Junagadh,તા.13
જૂનાગઢ જિલ્લામાં બે અલગ-અલગ બનાવોમાં બે મહિલાએ બિમારીથી કંટાળી આપઘાત કર્યાના બનાવો નોંધાયા છે.મુળ વિસાવદરના રતાંગ (ગીર) ગામના રહીશ હાલ વિનગર ગામે રહેતા સંજયભાઇ રવજીભાઇ મકવાણાના પત્ની દયાબેન (ઉ.વ. 32)ના લગ્ન 2020માં થયેલ હોય બાદ એક વર્ષથી મોઢામાં કેન્સર થતાં જેની દવા ચાલુ હતી. કેન્સરની બીમારીથી કંટાળી જઇ ગત તા.9-4ના રોજ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન એચ.કે. સોનારતે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં
માંગરોળ મરીનના સાંગાવાડા ગામે રહેતા નાથીબેન રણમલભાઇ માલમ (ઉ.વ. 58)ને ચારેક વર્ષથી ગભરામણ, બ્લડપ્રેશર અને ગેસની તકલીફ હોય જેની દવા ચાલુ હોય પરંતુ કોઇ રાહત ન થતાં 15 દિવસથી ગુમસુમ રહેતા હોય, બીમારીથી કંટાળી જઇ ગઇકાલે ગળેફાંસો ખાઇ લેતા મોત નોંધાયું હતું. માંગરોળ મરીન પોલીસે તપાસ હાથ ધરી છે.

