Morbi, તા.17
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા સરતાનપર રોડ ઉપર ડબલ સવારી બાઇકને કારના ચાલકે હડફેટે લેતા પ્રભુભાઈ ભગવાનજીભાઈ ચાવડા (33) રહે.મેઘાણીની વાડી ગોકુલનગર વિસ્તાર મોરબી તથા ધનજીભાઈ રણછોડભાઈ પરમાર (44) રહે.બોરીયાપાટી પ્રાથમિક શાળા પાસે મોરબીને ઇજા થતાં બંનેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
જ્યારે માળીયા તાલુકાના મોટી બરાર ગામેથી રામગઢ બાજુ બાઈકમાંથી નીચે પડી જતા અનસોયાબેન પ્રભાતભાઈ ચાવડા (54) રહે.જશાપર ને ઇજા થતા અહીંની હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. એ ડિવિઝન પોલીસ મથકના ભગવાનભાઈ ખટાણા દ્વારા તપાસ કરવામાં આવી હતી.
સારવારમાં
માળિયા તાલુકાના મોટાભેલા ગામે રહેતા જીવણભાઈ વાઘાભાઈ સોમાણી નામના 85 વર્ષના વૃદ્ધને તેના પુત્ર દ્વારા માર મારવામાં આવ્યો હતો.જેથી ઈજા પામેલ જીવણભાઈને સારવાર માટે અહિંનૂ સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના માળિયા મીંયાણા પાસે નદીના પુલની ગોળાઈ નજીક કાર હડફેટે ઈજા થતા ઈશ્વરભાઈ સાદુરભાઈ કોળી (59) રહે.લાખાપર કચ્છ ને ઈજા થયેલ હોય અહીંની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
મારામારીમાં ઇજા
મોરબીના હળવદ તાલુકાના જુના અમરાપર ગામે પાડોશી સાથે થયેલ બોલાચાલી બાદ મારામારીના બનાવમાં ઇજા પામેલા વનિતાબેન ભરતભાઈ જામકિયા નામના 30 વર્ષના મહિલાને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે ટંકારાના લગધીરગઢ રોડ ઉપર આવેલ જય બાલાજી પોલિપેક નજીક રહેતા રાણીબેન રાજેશભાઈ (ઉંમર વર્ષ 43) નામના મહિલાએ કોઈ કારણસર પંખા સાથે ગળેફાંસો ખાવાનો પ્રયાસ કરતા તેઓને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.એ ડિવિઝનના આર.આર.મિયાત્રા દ્વારા ટંકારા પોલીસને જાણ કરાઈ હતી.

