Upleta,તા,05
રાજ્યના પૂર્વ બાહોશ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ગોંડલ ખાતે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પોરબંદરના પૂર્વ લોકપ્રિય સાંસદ રમેશભાઈ ધડુકના નિવાસ્થાને શુભેચ્છા મુલાકાતે આવતા તેમનું રમેશભાઈ સહિત પરિવારે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે આનંદીબહેને પરિવાર સાથે વાતચીત કરી રમેશભાઈના પૌત્ર તેજ નિમેષભાઈ ધડુક સાથે તેના અભ્યાસ અને શોખ સહિતની વાતચીત કરી સમય વિતાવ્યો હતો.

