Vadodara,તા.૧૩
ડભોઈના ભાવપુરા ગામે વીજપોલ ધરાશાયી થતા ૩ શ્રમિકના મોત થયા છે. વીજ વાયરોના કામ સમયે પોલ હલી જતા બની સમગ્ર ઘટના અને પાવરગ્રેડ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતું હતું કામ.
હાઇટેન્શન લાઇનના કેબલો નાખવાનું ચાલતું હતું કામ અને ૩ મૃતકો વેસ્ટ બેંગોલથી કામ અર્થે આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પોહચી શરૂ કરી તપાસ.
ડભોઇ તાલુકાના ભાવપુરા ગામે પાવર ગ્રીડ કંપનીના થાંભલા પર મેન્ટેનન્સની કામગીરી માટે વેસ્ટ બંગાળના ગોડાગ ગામના પાવર ગ્રીડ કંપનીના થાંભલા પર ચઢીને શ્રમજીવીઓ કામ કરતા હતા ત્યારે બનાવ બન્યો હતો. જેમાં ખાનો કાલુ મારડી, બબલુ બાસકી, મંગલા કોલ, રાજેન્દ્ર હેમબરામ, ધનંજય સરકાર, સંદીપ સરકાર સહિતના શ્રમજીવીઓ વીજ થાંભલા પર કામ કરતા હતા. અને વીજપોલ અચાનક ધરાશાયી થતા તેમના મોત થયા છે. મૃતદેહને પીએમ માટે ખસેડાયા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
જ્યારે ઇજાગ્રસ્ત રાજેન્દ્ર સુનીરામ એમ બાર રામ (પશ્ચિમ બંગાળ)નું સયાજી હોસ્પિટલ વડોદરામાં સારવાર દરમિયાન મોત થતાં કુલ ૩ના મોત થયા છે. જ્યારે ચાર ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. તો ડભોઈ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.

