રોકડ, વાહન અને મોબાઈલ મળી, રૂ. ૬.૨૦ લાખનો મુદ્દામણ એલ સી બી એ કર્યો કબ્જે
Vinchhiya,તા.26
રાજકોટ જિલ્લામાં બે સ્થળે જુગારના દોરડા પડ્યા છે. જેમાં વિછીયા તાલુકાના છાસિયા ગામે અને જેતપુર તાલુકાના ચારણ સમઢિયાળા ગામે જુગાર રમતા ૨૦ પતા પ્રેમીઓને ઝડપી લઇ, રોકડ, વાહન અને મોબાઈલ મળી રૂ. ૮.૭૦ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. રાજકોટ જિલ્લામાં દારૂ અને જુગારના કેશો શોધી કાઢવા જિલ્લા અધિક્ષક હમકરસિંહે આપેલી સુચનાના પગલે જિલ્લા એલસીબી પીઆઇ વી વી ઓડેદરાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, વિછીયા તાલુકાના છાસિયા ગામે રહેતો દિનેશ વેલાભાઈ માલકીયા નામનો શખ્સ તેની વાડીમાં જુગાર ધામ ચલાવતો હોવાની બાતમી મળી હતી. એલસીબી ની ટીમે છાસિયા ગામે વાડીમાં જુગારનો દરોડો પાડી , જુગાર રમતા છાસિયા ગામના દિનેશ વેલાભાઈ માલકીયા, પ્રકાશ ગોરધનભાઈ જોગરાજીયા, ઉમેશ હેમંતભાઈ જોગરાજીયા, મુના મનસુખભાઈ મીઠાપરા, મુકેશ વેલાભાઇ માલકીયા, થોડી રોડ પર વિપુલ જેન્તીભાઈ માલકીયા, હિતેશ ઝવેરભાઈ ખોરાની, કલ્પેશ દેહાભાઈ માલકીયા, ઘનશ્યામ જગદીશભાઈ માલકીયા, પુરી ગામનું રાજેશ ધીરુભાઈ ધોરીયા, ધોકડવા ગામનો રાજુ દેશીભાઈ ચાવડા, સંજય વસતાભાઈ સાકરીયા, પૃથ્વીરાજ વલકુ ભાઈ ખાચર, ધરમપુર નો અલ્પેશ જગદીશભાઈ ઓળકિયાં અને ધોકળવા ગામનો પ્રવીણ રાયધનભાઈ સાકરીયા નામના શખ્સોને ઝડપી લઇ, જુગારના પટમાંથી ૧.૪૭ લાખ રોકડા, ત્રણ વાહન અને 15 મોબાઇલ મળી, રૂ. ૮.૫૦ લાખનો મુદ્દામાલ એલસીબી ની ટીમે કબજે કર્યો છે. જ્યારે જેતપુર તાલુકા પોલીસે ચારણ સમઢીયાળા ગામે જુગારનો દરોડો પાડી જુગાર રમતા ચંદુ રામજીભાઈ મોવલીયા, જગદીશ બોઘાભાઈ રામાણી, વિનુ પોપટભાઈ સાવલિયા , વિનોદ સવજીભાઈ માથુકિયા અને ગોવિંદ મોહનભાઈ હિરાણી નામના પતા પ્રેમીઓને ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ. ૨૦ હજારની રોકડ કબ્જે કરી છે.

