Mumbai,તા.16
ડિજિટલ પેમેન્ટ્સમાં ગ્લોબલ લીડર વિઝા (NYSE: V)એ આજે ભારતની ટોચની ખાનગી ક્ષેત્રની બેન્કો પૈકી એક એચડીએફસી બેન્ક સાથે મળી ફિફા વર્લ્ડ કપ 2026 જોડાણની જાહેરાત કરી છે.
આ ભાગીદારીના ભાગરૂપે વિઝા અને એચડીએફસી બેન્કે લિમિટેડ એડિશનમાં ફિફા વર્લ્ડ કપ 2026` વિઝા પિક્સેલ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. સાથે સાથે દેશભરમાં સ્પેન્ડ એન્ડ વિન ઝુંબેશ પણ શરૂ કરી છે. જે ભારતીય ગ્રાહકોને વિશ્વની સૌથી અપેક્ષિત ગ્લોબલ સ્પોટિંગ ગેમ નજીક લઈ આવે છે.
મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં આ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત ફૂટબોલ આઇકન માઇકલ ઓવેને હાજરી આપી હતી. જે ફિફા વર્લ્ડ કપ 2026 ના ઉત્સાહ, જુસ્સા અને વૈશ્વિક સ્તરે ખ્યાતિ પર ભાર મૂકે છે.

