Visavadarતા.24
વિસાવદર નગરપાલિકા બજેટ સર્વાનુમતે મંજુર વિસાવદર નગરપાલિકા માં હાલ માં કુલ 6 વોર્ડ છે અને કુલ સભ્યો 24 જેમાં થી ભાજપ પાસે કુલ 21 તેમજ કોંગ્રેસ પક્ષ પાસે 3 સભ્યો છે પ્રમુખ સ્થાને ચીફોફિસર વઘાસિયા દ્વારા જનરલ બોર્ડ માં વિકાસ ના મુદા રજૂ કરવા માં આવ્યું હતું
વિસાવદર નગરપાલિકા માં વિવિધ વિકાસ ના કામો ને લઈ ને બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમ આ બજેટ સર્વાનુમતે મંજૂર થયું હતું પ્રમુખ સ્થાને થી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં ચીફ ઓફિસર ના જણાવ્યા અનુસાર 24 ચૂંટાયેલા સભ્યો માથી 20 સભ્યો હાજર હતા જેમાં બજેટ બોર્ડ માં રૂ।.18.84 કરોડ ના વિવિધ 31 મુદા સર્વાનુમતે સહ સહમતી થી વિકાસ ના કામો ને મંજૂર કરવામાં આવ્યા હતાં.
તેમજ આ તકે પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા દ્વારા વિસાવદર ના નવા વિકસિત વિસ્તારમાં અને શહેર માં પીવાનું પાણી સુવ્યવસ્થિત રીતે મળી રહે તે માટે નવા બનતા પાણી ન પ્રોજેક્ટ માટે પોતાની જમીન આપી હતી ને રૂ। કરોડ ના ખર્ચે આ પાણી માટે નો પ્રોજેકટ આકાર લેશે તેમ જણાવ્યું હતું.

