Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    IPL: દરેક છગ્ગો કંઈક અલગ કહાની કહે છે

    May 7, 2026

    T20 cricket માં હવે ‘યોર્કરનો ખોફ’ ગાયબ

    May 7, 2026

    ICC T20 ranking માં ભારત નંબર 1 નું સ્થાન : ઈંગ્લેન્ડ બીજા સ્થાને

    May 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • IPL: દરેક છગ્ગો કંઈક અલગ કહાની કહે છે
    • T20 cricket માં હવે ‘યોર્કરનો ખોફ’ ગાયબ
    • ICC T20 ranking માં ભારત નંબર 1 નું સ્થાન : ઈંગ્લેન્ડ બીજા સ્થાને
    • રોહિત શર્માની બેટિંગમાંથી ઘણું શીખ્યુ છે : Ryan Rickelton
    • Prabhas ની ફૌજીની ટીમને અકસ્માત, એક ક્રૂ મેમ્બરનું મોત
    • Ranbir પાપારાઝીઓ પર ઉશ્કેરાઈ ગયો, બધાને ખખડાવ્યા
    • Shahid Kapoor and Janhvi Kapoor પહેલીવાર સાથે કામ કરે તેવી શક્યતા
    • Salman સાથે કામ કરનારી અભિનેત્રી ચાલીમાં રહેવા મજબૂર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»ભગવાન શિવ સર્પોને આભૂષણના રૂપમાં કેમ ધારણ કરે છે?
    ધાર્મિક

    ભગવાન શિવ સર્પોને આભૂષણના રૂપમાં કેમ ધારણ કરે છે?

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraAugust 23, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    સંસારમાં જે કંઇ અનાકર્ષક અને અસુંદર છે તથા જેનો સંસારે તિરસ્કાર કર્યો છે તેને ભગવાન શિવે અપનાવ્યા છે.જેમકે કાલકૂટ વિષ,ધતૂરો,શ્મશાન,રાખ અને સાપ.સાપોની પરોપકારતાથી ભગવાન શિવે તેને ગળાનો હાર બનાવ્યો છે.શિવ શબ્દ બે અક્ષરોથી બન્યો છેઃશિ+વ. શિ-નો અર્થ છે મંગળ અને વ-નો અર્થ છે દાતા એટલે જે મંગલદાતા છે તે શિવ છે જે સંસારનું દરેક રીતે કલ્યાણ અને મંગલ કરનાર છે.
    સમુદ્ર-મંથનથી સર્વપ્રથમ હળાહળ ઝેર નીકળે છે જેની જ્વાળાઓથી બચવા ભગવાન શિવને વિનંતી કરવામાં આવે છે.ભગવાન શિવ વિચારે છે કે સૃષ્ટિમાં,માનવ સમુદાયમાં આ વિષ રહેશે તો પ્રાણીઓ અશાંત થઇને બળવા લાગશે તેથી તેમને સુરક્ષિત રાખવા માટે એવી જગ્યા હોવી જોઇએ કે જેનાથી કોઇને નુકશાન ના પહોંચે.આ હળાહળ ઝેર પેટમાં જાય તો મૃત્યુ નિશ્ચિત છે અને બહાર રહી જાય તો સમગ્ર સૃષ્ટિ ભસ્મ થઇ જાય એટલે સૌથી સુરક્ષિત જગ્યા મારો કંઠપ્રદેશ છે જેથી રામ-નામનો આશ્રય લઇને મહાકાળે મહાવિષને પોતાની હથેળીમાં લઇ આચમન કરી લીધું પરંતુ વિષને મુખમાં લેતાં જ ભગવાન શિવને પોતાના ઉદરસ્થ ચરાચર વિશ્વનું ધ્યાન આવે છે અને તેમને વિષને પોતાના ગળામાં જ રોકી લીધું જેનાથી તેમનો કંઠ વાદળી થઇ ગયો આમ સંસારના કલ્યાણના માટે ભગવાન શિવે વિષપાન કર્યું.
    વિષ્ણુનો હાર વૈજયંતીમાલા છે.બીજા પણ જાત જાતના હાર ભગવાન વિષ્ણુ પહેરે છે પણ મહાદેવને તો સર્પનો હાર છે.કાલકૂટ વિષ ભરેલો નાગ તેમના ગળામાં ફેણ ચઢાવીને બેઠો છે.સર્પ સાક્ષાત્ કાળનું પ્રતિક છે.સર્પ એટલે મૃત્યુ.સૌ તેનાથી દૂર ભાગે પણ મહાદેવે તે જ મૃત્યુને પોતાના ગળાનું આભૂષણ બનાવ્યું છે કારણ કે મૃત્યુનું મુખ્ય સ્થાન પણ ગળું છે.તે ગળા ઉપર જ પેલા કાળને બેસાડી ભગવાન શંકર ભયભીત થવાને બદલે વધુ આનંદિત થયા છે.મૃત્યુની બેપરવાહી અથવા મૃત્યુને હરખભેર આમંત્રણ કોઈ વૈરાગ્યવીર જ આપી શકે,તેના માટે મૃત્યુ મૃત્યુ નથી રહેતું પણ આભૂષણ બની જાય છે તે બતાવવા કંઠમાં નાગ ધારણ કર્યો છે.મૃત્યુથી ભાગી છૂટનારને મૃત્યુ ભાગવા દેતું નથી ઊલટાનું વહેલું પકડે છે.આ જ કારણે મહાદેવને મૃત્યુંજય કહે છે.હવે મૃત્યુ તેમની નજીક નથી આવતું.
    ભગવાન શિવની જેમ જ તેમના આભૂષણ સાપ પણ સંસારના માટે કલ્યાણકારી છે.સાપ અને નાગ દેવકોટિના પ્રાણી છે.તેમની સૃષ્ટિ અમોને હાનિ પહોંચાડવા માટે નહી પરંતુ અમારા લાભ માટે પરમાત્માએ કરી છે.સાપ વાયુનો આહાર કરે છે અને પર્યાવરણમાં વ્યાપ્ત વિષાક્ત ગૈસોનું પાન કરે છે અને પોતે ઝેરી બની જાય છે.આમ તેઓ વિષૈલા ગૈસોથી સંસારની રક્ષા કરે છે તથા પર્યાવરણને સંતુલિત રાખે છે.અમારા ખેતરોમાં કૃષિનાશક જીવોથી સાપ અને નાગ રક્ષા કરે છે.
    સંસારના કલ્યાણના માટે ભગવાન શિવ વિષ પી નિલકંઠ બન્યા અને સાપ અને નાગ વાતાવરણના ઝેરી ર્ગસ પીવે છે.સાપોના સંસાર ઉપરના આ ઉપકારને જોઇને ભગવાન શિવે તેને પોતાના આભૂષણ બનાવ્યા છે.ભગવાન શિવને મૃત્યુજ્ય કહેવામાં આવે છે કેમકે તે કાળના પણ કાળ છે.કાલકૂળ વિષ,નાગની જનોઇ અને ગળામાં સર્પમાળા ધારણ કરીને ભગવાન શિવે પોતાની મૃત્યુંજ્યતા પ્રગટ કરી છે.
    વિશ્વના હિતના માટે હળાહળ ઝેરને પી લેવું તથા વિશ્વના તમામ કોલાહલથી ૫ર રહીને મૃદંગ શંખ ઘંટ ડમરૂંના નિનાદમાં મગ્ન રહેવું એટલે કે આત્મસ્થ રહેવું,બ્રહ્મમાં રત રહેવું એ જ શિવની સમાધિ છે.કંઠમાં કાળો નાગ ચિર સમાધિ-ભાવનું પ્રતિક છે.
    ભગવાન શિવના ગળામાં લપેટાયેલ નાગનું નામ વાસુકિ છે.વાસુકી નાગના પિતા ઋષિ કશ્યપ અને માતા કદ્રુ હતાં.વાસુકી નાગના મોટા ભાઇનું નામ શેષ અને અન્ય ભાઇઓ તક્ષક-પિંગલા અને કર્કોટક હતું. શેષનાગ ભગવાન વિષ્ણુના સેવક અને વાસુકી ભગવાન શિવના સેવક બન્યા હતા.વાસુકીની ભક્તિથી પ્રસન્ન થઇને ભગવાન શિવે તેને પોતાના ગણોમાં સામેલ કર્યા હતા.વાસુકીનું કૈલાશ પર્વત પાસે જ રાજ્ય હતું.કહેવાય છે કે વાસુકીને નાગલોકના રાજા માનવામાં આવે છે.
    ભગવાન શિવ ગળામાં સર્પોની માળા પહેરે છે પરંતુ ક્યારેય પોતાની શાંતિનો ત્યાગ કરતા નથી. સર્પોની માળા ધારણ કરવી એટલે અનેક મુશ્કેલીઓને પોતાના ઉપર લઇ લેવી.જીવન છે એટલે મુશ્કેલીઓ તો આવશે.જે ર્હંસીને તેને સહન કરી લે છે તે શિવ બની જાય છે અને જે સહન કરી શકતા નથી તે શબ બની જાય છે.મુશ્કેલીઓનું સમાધાન તેનાથી મુખ ફેરવી લેવામાં નથી પરંતુ ર્હંસીને તેનો સામનો કરવામાં છે.વિપરીત સમયમાં આપ ચહેરા ઉપર હાસ્ય લાવવાની હિંમત રાખી શકો તો આપની આંતરીક શાંતિને કોઇ ભંગ નહી કરી શકે.ભગવાન શિવના ગળામાંની સર્પોની માળા અમોને સંદેશ આપે છે કે મુશ્કેલીઓ કોઇને છોડતી નથી બસ..આપ હિંમત અને હાસ્યને ક્યારેય ના છોડશો.ગળામાં વિષમતાના વિષધર હોવા છતાં પણ આનંદ અને પ્રસન્નતાથી જીવન જીવવાનું ભગવાન મહાદેવ પાસેથી શિખવાનું છે.
    વિનોદભાઇ માછી નિરંકારી
    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    સંસારના વિષયોમાંથી મન હટી જાય તો સમાધિ જેવો આનંદ મળે છે

    May 5, 2026
    ધાર્મિક

    Maharishi Ved Vyasa અને પંચમ વેદ કહેવાતાં મહાભારતનાં મુખ્ય બોધને જાણીએ

    May 5, 2026
    લેખ

    પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો 2026 – 4 મે: દીદી ગયા…બંગાળમાં કમળ ખીલ્યું

    May 5, 2026
    લેખ

    તંત્રી લેખ… બંગાળમાં ભાજપનું નોંધપાત્ર પ્રદર્શન

    May 5, 2026
    લેખ

    વિપશ્યના એટલે શીલ, સમાધિ અને પ્રજ્ઞાનાં ત્રિસ્તરીય આવરણ વડે ચિત્તશોધન અને સદગુણ વર્ધન માટેની પ્રક્રિયા,

    May 4, 2026
    લેખ

    સંપૂર્ણ આહાર : ગૌ માતાનું દૂધ, સર્વશ્રેષ્ઠ દૂધ

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    IPL: દરેક છગ્ગો કંઈક અલગ કહાની કહે છે

    May 7, 2026

    T20 cricket માં હવે ‘યોર્કરનો ખોફ’ ગાયબ

    May 7, 2026

    ICC T20 ranking માં ભારત નંબર 1 નું સ્થાન : ઈંગ્લેન્ડ બીજા સ્થાને

    May 7, 2026

    રોહિત શર્માની બેટિંગમાંથી ઘણું શીખ્યુ છે : Ryan Rickelton

    May 7, 2026

    Prabhas ની ફૌજીની ટીમને અકસ્માત, એક ક્રૂ મેમ્બરનું મોત

    May 7, 2026

    Ranbir પાપારાઝીઓ પર ઉશ્કેરાઈ ગયો, બધાને ખખડાવ્યા

    May 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    IPL: દરેક છગ્ગો કંઈક અલગ કહાની કહે છે

    May 7, 2026

    T20 cricket માં હવે ‘યોર્કરનો ખોફ’ ગાયબ

    May 7, 2026

    ICC T20 ranking માં ભારત નંબર 1 નું સ્થાન : ઈંગ્લેન્ડ બીજા સ્થાને

    May 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.