Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»પિતૃ શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે?
    ધાર્મિક

    પિતૃ શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે?

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraSeptember 10, 2025Updated:September 10, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    શ્રાદ્ધમાં પિતૃઓનું મનપસંદ ભોજન બનાવીને જો બ્રાહ્મણ,સંત-મહાપુરૂષો અને પરીવારના તમામ સદસ્યોને ભેગા કરીને જમાડવામાં આવે તો તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.શ્રાદ્ધ એ ફક્ત કર્મકાંડની વિધિ નથી પરંતુ આપણી વચ્ચેથી વિદાય લીધેલ આપણા પૂર્વજો કે જેમને આપણા માટે તેમને પોતે જીવનમાં તકલીફો વેઠીને અમોને સુખ મળે,અમે જીવનમાં પ્રગતિ કરીએ તે માટે જે કર્મ કર્યા તેમને કૃતજ્ઞતાપૂર્વક શ્રદ્ધાભાવથી યાદ કરવાનું પર્વ છે.
    જે તૃપ્તિ આપ એક મનુષ્યને જીવતાં જીવ આપી શકો છો તે તૃપ્તિ આપ તેના મરણોપરાંત હજારોનું દાન,પુણ્ય કે પૂજાપાઠથી આપી શકતા નથી એટલા માટે મરણોપરાંત શ્રાદ્ધ કર્મથી ઉત્તમ એ છે કે જીવતાં જીવ વડીલોની સેવા કરવી.શ્રાદ્ધ શબ્દ શ્રદ્ધા ઉપરથી બન્યો છે.શ્રદ્ધામાં ઘણી શક્તિ છે તે પત્થરને દેવતા બનાવે છે.શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણ બહેન દિકરી કે ભાણેજને જે કંઇ આપવામાં આવે તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેવો વિશ્વાસ રાખવો.જે લોકો શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરે છે તેમના પિતૃઓ પ્રસન્ન થાય એટલે દેવતાઓ અને પ્રભુ પરમાત્મા પણ સંતુષ્ટ થઇને તેમને આયુષ્ય સંતાન ધન સ્વર્ગના સુખો અને મોક્ષ પ્રદાન કરે છે.દુનિયામાં તમામ જગ્યાએ તમામ ધર્મો અને જાતિના લોકો કોઇને કોઇ રૂપમાં મૃતકોનું શ્રાદ્ધ કરે છે. મૃતકોની યાદમાં સ્મારકો અને મકબરા બનાવેલ જોવા મળે છે.પૂર્વજોના નામે ગામ શહેર ફળિયા સંસ્થા મકાન કૂવા તળાવ મંદિર કે મિનારા બનાવીને તેમને લાંબો સમય સુધી યાદ કરવામાં આવે છે.તેમની યાદમાં પુણ્ય તીથીઓ ઉજવવામાં આવે છે.શ્રાદ્ધમાં પિતૃઓના નામથી વૃક્ષારોપણ કરવું જોઇએ કે જેનાથી અનેક લોકોને લાભ થાય.
    અમારો સમાજ ઘણો ભૌતિકવાદી બની ગયો છે.સ્વાર્થ વિના કોઇને મદદ કરવા ઇચ્છતો નથી.શ્રાદ્ધ પક્ષમાં અમારા પૂર્વજોના નિમિત્તે બીજાઓને જે કંઇ દાન કે ભોજન કરાવવામાં આવે છે તેનાથી સમાજના ગરીબ અને જરૂરીયાતમંદોને મદદ મળે છે તથા સમાજમાં સહયોગ અને સમન્વયની ભાવના જાગે છે.ભાદરવા સુદ પૂર્ણિમાથી ભાદરવા વદ અમાસ સુધીના સોળ દિવસ શ્રાદ્ધના દિવસો ગણાય છે.આ દિવસોમાં આપણાપૂર્વજો,ઋષિમુનિઓ અને સંતોના તર્પણ અને તેમને શ્રદ્ધાપૂર્વક યાદ કરવાના દિવસો છે. 
    તર્પણ એટલે તેમને તૃપ્ત કરવા,સંતુષ્ટ કરવા.તેમને આપેલ સંસ્કારોથી ધર્મ અને સંસ્કૃતિ ટકાવવા પ્રયત્ન કરીએ.પૂર્વજોની આબરૂ અને પ્રતિષ્ઠા વધે એવું જીવન જીવીશું તો તે પ્રસન્ન થશે. 
    વર્તમાન સમયમાં વડીલો સમાજની મુખ્ય ધારાથી દૂર થતા જઇ રહ્યા છે.જે અમારા પરીવારનું અંગ હતા,જેનું લોહી અમારી નાડીઓમાં વહે છે,જેમને અમોને સંસ્કાર અને શિક્ષણના માધ્યમથી અમોને જીવન જીવતા શિખવ્યું છે તેઓ જ્યારે હયાત નથી ત્યારે તેમના કરેલા ઉપકારને શ્રદ્ધાપૂર્વક યાદ કરવા જોઇએ, તેઓ જે પણ યોનિમાં હોય તે યોનિમાં તેમને દુઃખ ના પડે,સુખ-શાંતિ મળે તે માટે પિંડદાન અને તર્પણ કરવાનું,તેમના પ્રત્યે અમારી કૃતજ્ઞતા પ્રગટ કરવાનું નિમિત્ત શ્રાદ્ધ છે.આમ કરવાથી અમારી આવનારી નવી પેઢીમાં સાંસ્કૃતિક વિચારધારાની સાથે સાથે વડીલોનું સન્માન કરવાની ભાવના જાગૃત થશે.
    માન્યતા એવી છે કે શ્રાદ્ધ ન કરવાથી પિતૃઓની ઇચ્છા અતૃપ્ત રહેવાથી તેઓ કુટુંબીજનોને ત્રાસ આપે છે.સામાન્યપણે દર વર્ષે પિતૃઓના મૃત્યુની તીથીએ શ્રાદ્ધ કરવામાં આવે છે.મૃત્યુતીથી ખબર ન હોય તો અમાસનાં દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે.વર્તમાન સમયમાં લોકો ભક્તિ સેવા સુમિરણ સત્સંગ કરતા ન હોવાથી માયામાં ફસાઇને મૃત્યુ પછી તેમનો લિંગદેહ અતૃપ્ત રહે છે જે મૃત્યુલોકમાં અટવાય છે જેમની ઇચ્છાઓ શ્રાદ્ધ વિધિ દ્વારા પૂર્ણ કરીને તેમને આગળની ગતિ પ્રાપ્ત કરાવવી એ શ્રાદ્ધ કરવા પાછળનો મુખ્ય હેતુ છે.
    જેના ઘરમાં સતત ઝગડા થતા હોય,એકબીજા સાથે અણબનાવ,નોકરી ન મળવી,ઘરમાં પૈસો ન ટકવો,ઘરના કોઇ સભ્યને ગંભીર માંદગી થવી,તમામ સંજોગો અનુકૂળ હોવા છતાં વિવાહ ન થવો,પતિ-પત્ની વચ્ચે અણબનાવ,ગર્ભધારણ ન થવો,વારંવાર ગર્ભપાત થઇ જવો,વિકલાંગ બાળક જન્મવું કે કુટુંબના કોઇ સભ્યને વ્યસન લાગવું..આવી ઘટના બને તો સમજવું કે ઘરના પિતૃઓ નારાજ છે.
    વિનોદભાઇ માછી નિરંકારી
    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)
    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે

    April 18, 2026
    લેખ

    માનવતા એવંમ સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવ ક્યારેય ક્ષય પામે નહીં તે છે અક્ષય તૃતીયા!

    April 18, 2026
    લેખ

    મહિલા અનામત – સરકારનો માસ્ટરસ્ટ્રોક; નિયમ ૬૬ ની રાજકીય શતરંજ

    April 18, 2026
    લેખ

    DeepFakes નો ખતરોઃ નકલી વિડિયો અને અવાજથી વધી રહી છે સાયબર ઠગાઈ

    April 18, 2026
    લેખ

    તંત્રી લેખ…ખતરનાક રીતે વિભાજિત વિશ્વ

    April 18, 2026
    ધાર્મિક

    જીવ અને ઈશ્વરના મિલનમાં માયા વિઘ્ન કરે છે, મનને ચંચળ બનાવે છે

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.