મહીસાગર નદીના કાંઠે વસેલા બાવન ગામ માછી સમાજનું મહિલા સંમેલન ગોધરા તાલુકાના જુનીધરી ગામ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં તમામ ગામોમાંથી મહિલા મહેરામણ જુનીધરી ખાતે ઉમટ્યો હતો.આશરે બે હજાર કરતાં વધુ મહિલાઓની ઉપસ્થિતિ કાર્યક્રમની સફળતાની સાક્ષી બની હતી.જુનીધરી ગામની બહેનો-ભાઇઓએ અથાક મહેનત કરી કાર્યક્રમને સફળતા સુધી લઇ જવામાં સિંહફાળો આપ્યો હતો.
બાવન ગામના મહિલા સંગઠનની બહેનોની આશરે બે મહિનાની અવિરત મહેનતથી આ કાર્ય સંપન્ન થયું હતું.માછી સમાજની બહેનોનું આ પહેલું જ સંમેલન હોવાના કારણે ગામે ગામ એક મહિલા જાગૃતિનો અનોખો માહોલ સર્જાયો હતો.આયોજક બહેનોની કુનેહ અને પ્રતિબંદ્ધતાના કારણે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાવન ગામની બહેનોએ અદભુત એકતાનાં દર્શન કરાવ્યા હતા.
આ સંમેલનના અધ્યક્ષ આદરનીય બ્રિન્દ્રાબેન જાડેજા,નાયબ પોલીસ અધિક્ષક,ગોધરા,પૂ.કૃપાબેન જયસ્વાલ,પ્રોફેસર લો-કોલેજ,ગોધરા,મેડિકલ કોલેજ,ગોધરાના પ્રોફેસર આ.અંકિતાબેન તેમજ માછી સમાજ ના અગ્રગણ્ય વડીલો અને બહેનોની વિશેષ ઉપસ્થિતિ કાર્યક્રમ માટે પ્રેરક બની રહી.આ.વિજયાબેન, નયનાબેન,ભારતીબેન,લીલાબેન તેમજ જુનીધરી ગામની મહિલાઓ અને આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.ઉત્સાહી એવા ભારતીબેને બુલંદ અવાજમાં કાર્યક્રમનું સફળ સંચાલન કરી નારીચેતનાને જગાડવાનું સુંદર કાર્ય કર્યુ હતું.લો-કોલેજના પ્રોફેસર આ.કૃપાબેને માછી સમાજની નારીઓને પોતાના આગવા અંદાજમાં ચૈતન્યવાન બનાવવા માટે આહવાન કર્યુ હતું.
અનેક વક્તા બહેનોએ બાળકોને ઉચ્ચ શિક્ષણ અને સારા સંસ્કાર આપવાની હિમાયત કરી હતી તથા સમાજમાંના કુરિવાજો દૂર કરવા,લગ્ન જેવા પ્રસંગોએ કરવામાં આવતા ખોટા ચર્ચાઓ ઉપર કાપ મુકી બાળકોના સુંદર ભવિષ્ય માટે તેનો સદઉપયોગ કરવો જોઇએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.બાળકોને સ્માર્ટ ફોન ભલે આપો પણ તેનો તે સદઉપયોગ કરે છે કે દુરઉપયોગ કરે છે તેની ઉપર નજર રાખો.
કાર્યક્રમમાં પધારેલ આમંત્રિતો માટે ચા-નાસ્તા અને ભોજનની વ્યવસ્થામાં જેમની એકતાનાં દર્શન થયા એવા જુનીધરી ગામના આયોજક ભાઇ-બહેનોએ આદર્શ સેવા બજાવી હતી.આવી જ રીતે નારીચેતના જાગશે તો સામાજિક વિકાસની દિશાઓ ખુલશે એમાં બે-મત નથી.મોટી સંખ્યામાં બહેનોની ઉપસ્થિતિ હોવા છતાં આયોજનબદ્ધ રીતે કાર્યક્રમ સંપન્ન થયો હતો.નારીચેતનાને જગાડી સામાજિક વિકાસની દિશામાં બાવન ગામની મહિલાઓની આ સંમેલન દ્વારા કંઈક કરી બતાવવાની પ્રતિબદ્ધતા લાજવાબ રહી હતી.નારી તું નારાયણીને આજે મહિલાઓએ સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યું હતું.આગામી સમયમાં પણ સંગઠનની દિશામાં બહેનોને સરિયામ સફળતા મળે એવી પ્રાર્થના મુખ્ય અતિથિઓએ વ્યક્ત કરી હતી.
નારી શક્તિનું ઉત્તમ અને પ્રેરણાદાયક ઉદાહરણ આજે બાવન ગામ માછી સમાજના મહિલા સંમેલનમાં જોવા મળ્યું.આ સંમેલન સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા આયોજિત અને સંચાલિત હતું,જે સમાજ માટે ગૌરવની બાબત બની રહી.કાર્યક્રમની શરૂઆતથી અંત સુધીની દરેક જવાબદારી મહિલાઓએ સ્વયં સંભાળી
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

