નોકરીનું ઇન્ટરવ્યુ આપી પરત ફરતી વેળાએ નડ્યો અકસ્માત, બે મિત્રો ઘવાયા
Rajkot
વાંકાનેર તાલુકાના પલાસ ગામ નજીક બે મોટરસાયકલ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ૧૯ વર્ષીય આશાસ્પદ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બાઇક પર સવાર બે મિત્રોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને વધુ સારવાર અર્થે Rajkot ની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના લુણસર ગામમાં રહેતો તરૂણ ભીખાભાઇ ચાવડા (ઉં.વ. ૧૯) થાન ખાતે આવેલી એક નર્સરી કંપનીમાં નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા ગયો હતો. ઇન્ટરવ્યુ પૂર્ણ કરીને તે પોતાની બાઇક પર પરત લુણસર આવી રહ્યો હતો, તે દરમિયાન પલાસ ગામ નજીક સામેથી આવતી અન્ય એક બાઇક સાથે તેની મોટરસાયકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો,અકસ્માતમાં તરૂણને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે Rajkot ની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો.
મૃતક તરૂણ Rajkot ના ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરજ બજાવતા અજયભાઈ ચાવડાનો કૌટુંબિક ભત્રીજો હોવાનું જાણવા મળ્યું છે. આશાસ્પદ યુવાનના મોતના પગલે પરિવારમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી ફરી વળી છે. આ અકસ્માતમાં સામા પક્ષે મોટરસાયકલ પર સવાર થાન તાલુકાના મનડાસર ગામે રહેતા દશરથ વીનાભાઈ કનેઝરીયા (ઉ.વ. ૨૦) અને રણજીત મોતીભાઈ (ઉ.વ. ૧૭) નામના બે મિત્રો પોતાના ગામથી વાંકાનેર તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માતનો ભોગ બન્યા હતા.
અકસ્માતમાં દશરથની હાલત પણ અત્યંત ગંભીર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બનાવની જાણ થતાં જ વાંકાનેર પોલીસ મથકના જમાદાર હરપાલસિંહ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. બનાવને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્ય

