Kotada Sangani,તા.07
કોટડા સાંગાણી તાલુકાના વાડીપરા ગામે રહેતા અને ખેત મજૂરી કરતા જીતેન્દ્રભાઈ બાબુભાઈ સાવન યા નામના ૩૦ વર્ષીય યુવાન અને તેના પત્ની
ગામમાં આવેલી વાડીએ ખેત મજૂરી કરવા ગયા હતા ત્યાં, વાડીમાં આવેલા કૂવામાં જીતેન્દ્રભાઈ નાહવા પડ્યા હતા. જયાં કૂવામાં જીતેન્દ્રભાઈ ડૂબી જતાં, વાડીએ રહેલા લોકોએ તેના મૃતદેહને કૂવામાંથી બારકાઢ્યો હતા.બનાવની જાણ કોટડ પોલીસને કરતા, હેડ કોસ્ટેબલ આર. ડી. ઝાલા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જીતેન્દ્રભાઈ ના મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

