એકના એક પુત્રના મોત થી પરિવારના હૈયાફાટ રુદન: આપઘાતનું કારણ અકબંધ
Rajkot,તા.25
શહેરના પરીન ફર્નિચર પાછળ રહેતા 23 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો સારવાર મળે તે પહેલા તબીબે મૃત જાહેર કરતા પરિવાર હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો
આ અંગે મળતી માહિતી મુજબ શહેર ભાગોળે આવેલ પરીન ફર્નિચર પાછળ રહેતા ઋત્વિક શૈલેષભાઈ ભાલુ ઉમર વર્ષ 23 વર્ષીય યુવકે બપોરે પોતાના ઘરે અગમ્ય કારણોસર પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લેતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં સારવાર મળે તે પહેલા તબીબે યુવાનને મૃત જાહેર કરતા પરિવારમાં હૈયાફાટ રુદન ના દ્રશ્યો સર્જાયા હતા ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ ને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે યુવાનના આપઘાતનું કારણ હજુ સુધી અંકબંધ છે તેમજ મૃતક બપોરે ઘરે જમવા આવ્યો હોય ત્યારે એકલો હતો ત્યારે પંખામાં દુપટ્ટો બાંધી આપઘાત કર્યો અને મૃતકની માતા ઘરે આવતા પુત્રની શોધ કરતા રૂમ ખોલતા દુપટ્ટો બાંધી લટકતો જોઈ પગ નીચેથી જમીન સરકી ગઈ હતી મૃતક પોતે ચંપલની દુકાન માં કામ કરતો અને એક બેનનો એકનો એક ભાઈ ગુમાવતા પરિવાર કલ્પાંત છવાયો હતો આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

