Rajkot, તા. 18
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગઇકાલે ઠંડીમાં આંશિક ઘટાડા બાદ આજે ફરી ઠંડીની તિવ્રતા વધી ગઇ હત અને આજરોજ ચાર શહેરોમાં સિંગલ ડિઝીટ તાપમાન નોંધાયુ હતું. આજે સવારે નલિયા ખાતે 7.5 ડિગ્રી, અમરેલીમાં 9.8 અને રાજકોટ શહેરમાં 9.3 ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
જયારે ભાવનગર ખાતે પણ 9.6 ડિગ્રી સાથે કડકડતી ઠંડીનો અનુભવ થયો હોત. પ્રાપ્ત થતા વધુ અહેવાલો મુજબ અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કોલ્ડેવેવની અસર હોય ભારે પવન સાથે કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા છે. ત્યારે આજે વ્હેલી સવારે અમરેલી જિલ્લામાં ચાલું સિઝનમાં ફરી એક વખત સિંગલ ડિઝિટમાં અમરેલી 9.8 ડિગ્રી જેટલું નીચું તાપમાન તાપમાન નોંધાયું છે.
અમરેલી શહેર સહિત જિલ્લામાં છેલ્લા ઘણાં દિવસથી ભારે ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે આજે સવારે શહેરના મુખ્યા માર્ગો મોડે સુધી સૂમસામ જોવા મળતા હતા. ત્યારરે સવારે સ્કૂલે જતાં બાળકો પણ રંગબેરંગી ગરમ કપડામાં ઢબુરાઈને સ્કૂલે જતાં જોવા મળતા હતા. જયારે મોર્નિંગ વોકમાં નીકળતા લોકો પણ ઠંડીના કારણે ઓછા જોવા મળી રહયા હતા.
ગઇકાલ દિવસભર હવામાન ઠંડુગાર રહેતા અને રાત ઢળતા જ ઠંડી વધી જતાં શહેરના વેપારીઓ પણ રાત્રે વહેલાસર ધંધા રોજગાર આટોપી અને ઘર તરફ નીકળી ગયા હતા.
ત્યારે આજે અમરેલી ખાતે મહત્તમ તાપમાન 30.2 લઘુત્તમ તાપમાન 9.8 ભેજનું પ્રમાણ 70 ટકા અને પવનની ગતિ 4.9 કિ.મી. નોંધાયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલાં પણ અમરેલીનું તાપમાન 9.6 ડિગ્રી જેટલું નોંધાયા બાદ આજે ફરી એક વખત લઘુત્તમ તાપમાન 9.8 નોંધાયું છે.તથા ગોહિલવાડ પંથકમાં બે દિવસ ઠંડીનો પ્રકોપ રહ્યા બાદ 24 કલાકમાં લઘુતમ તાપમાન બે ડિગ્રી ઉચકાતા ઠંડીમાં થોડી રાહત અનુભવાય છે. આજે બુધવારે ભાવનગર શેનું લઘુતમ તાપમાન 14. 4 ડીગ્રી નોંધાયું છે.
જ્યારે સવારે વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 56% રહ્યું હતું અને પવનની ઝડપ આઠ કિ.મી પ્રતિ કલાકની રહી હતી.આ ઉપરાંત આજરોજ સવારે અમદાવાદ ખાતે 14.8, વડોદરામાં 14.8, ભુજમાં 10.6, દમણમાં 14.4, ડિસામાં 1ર.8, દિવમાં 1પ, દ્વારકામાં 16.ર તથા ગાંધીનગર ખાતે 12 ડિગ્રી અને કંડલામાં 13.પ, ઓખામાં 18.6, પોરબંદરમાં 10.પ, સુરતમાં 1પ.ર તથા વેરાવળમાં 16.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.

