Mumbai,તા.૭
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ ૪ દિવસ પહેલા એટલે કે ૦૩ નવેમ્બરે નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે સાહાએ સોશિયલ મીડિયા દ્વારા કહ્યું હતું કે આ તેની છેલ્લી રણજી સિઝન (૨૦૨૪-૨૫) હશે, જેમાં તે બંગાળ માટે રમી રહ્યો છે. હવે સાહાએ જણાવ્યું કે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની સલાહ પર તેણે નિવૃત્તિનો નિર્ણય કેવી રીતે બદલ્યો હતો.
તમને જણાવી દઈએ કે સાહા છેલ્લા બે વર્ષથી ત્રિપુરા માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યો હતો અને ગત સિઝનમાં ત્રિપુરા માટે રમ્યા બાદ તે સંન્યાસ લેવા માટે સંપૂર્ણપણે તૈયાર હતો. સાહાએ એક ઈન્ટરવ્યું ખુલાસો કર્યો હતો કે “હું આ વર્ષે રમ્યો ન હોત, પરંતુ સૌરવ ગાંગુલી અને મારી પત્નીએ મને ત્રિપુરા સાથે બે સિઝન પછી બંગાળ માટે રમવા અને તેમની સાથે સમાપ્ત કરવા પ્રેરણા આપી હતી.”
સાહા રમવા માટે સંમત થયો, પરંતુ તેણે સ્પષ્ટ કર્યું કે તે માત્ર લાલ બોલના ફોર્મેટમાં જ સ્થાનિક ક્રિકેટમાં ભાગ લેશે. સાહાએ પોતાની શારીરિક મર્યાદાઓને ધ્યાનમાં રાખીને અને યુવા ખેલાડીઓને તક આપવાના આશયથી આ નિર્ણય લીધો હતો. સાહાએ ગુજરાત ટાઇટન્સને પણ જણાવ્યું હતું કે તે રણજી ટ્રોફી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આઇપીએલ નહીં રમે.સાહાએ કહ્યું કે જો બંગાળની ટીમ ક્વોલિફાય થશે તો તે અંત સુધી રમશે, નહીં તો ઈડન ગાર્ડનમાં તેની કારકિર્દીનો અંત આવશે.
નોંધનીય છે કે રિદ્ધિમાન સાહાએ પોતાની કારકિર્દીમાં ૪૦ ટેસ્ટ અને ૦૯ વનડે રમી હતી. ટેસ્ટની ૫૬ ઇનિંગ્સમાં તેણે ૨૯.૪૧ની એવરેજથી ૧૩૫૩ રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેણે ૩ સદી અને ૬ અડધી સદી ફટકારી હતી, જેમાં તેનો ઉચ્ચ સ્કોર ૧૧૭ રન હતો. આ સિવાય તેણેર્ ંડ્ઢૈંની પાંચ ઇનિંગ્સમાં ૪૧ રન બનાવ્યા હતા.

