Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»નેપાળના કાઠમાંડુમાં આવેલ જીવમાત્રના સ્વામી પશુપતિનાથ
    ધાર્મિક

    નેપાળના કાઠમાંડુમાં આવેલ જીવમાત્રના સ્વામી પશુપતિનાથ

    Vikram RavalBy Vikram RavalNovember 11, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વિશ્વમાં ભગવાન શિવના બાર જ્યોર્તિલિંગ છે.આ બાર જ્યોર્તિલિંગમાં ભલે નેપાળના પશુપતિનાથ મહાદેવ મંદિરનો સમાવેશ ન થતો હોય પરંતુ આ મંદિરનું હિન્દુ ધર્મમાં અને શિવભક્તોમાં અનેરૂ મહત્વ ધરાવે છે.પશુપતિનાથ મંદિર એક પ્રસિદ્ધ અને પવિત્ર હિંદુ મંદિર છે જે નેપાળની રાજધાની કાઠમાંડુ ઘાટીના પૂર્વ ભાગમાં બાગમતી નદીના કિનારે દેવપાટન ગામમાં આવેલું છે.આ મંદિર પાંચમી સદીમાં બનેલું છે અને પછી મલ્લ રાજાઓ દ્વારા ફરી તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું.આ મંદિરની આસપાસ અન્ય હિંદુ અને બૌદ્ધ દેવતાઓના મંદિર પણ છે.

    પશુપતિનાથને લઈને માન્યતા છે કે આ શિવલિંગ ઉત્તરાખંડમાં મંદાકિની નદીના કિનારા ઉપર વસેલાં કેદારનાથ જ્યોતિર્લિંગનો જ અડધો ભાગ છે.પશુપતિનાથને ભગવાન શિવનું માથુ અને કેદારનાથને ભગવાન શિવની પીઠ માનવામાં આવે છે.પશુપતિ શબ્દનો અર્થ થાય છે તમામ જીવમાત્રના સ્વામી. નેપાળના કાઠમાંડુથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે.પશુપતિનાથ મંદિર હિમાલયમાં આવેલા પંચકેદાર સાથે જોડાયેલું છે જેનું વર્ણન સ્કંદપુરાણના કેદારખંડમાં આવે છે.પંચકેદારમાં પ્રથમ કેદારનાથ છે, દ્વિતીય મધ્યમહેશ્વર છે, તૃતીય તુંગનાથ, ચોથા રૂદ્રનાથ અને પાંચમા કલ્પનાથ કે કલ્પેશ્વર છે.

    પશુપતિનાથ વિશે પૌરાણિક કથા એવી છે કે મહાભારત યુદ્ધમાં પાંડવો દ્વારા પોતાના ગુરૂઓ તથા સગાસંબંધીઓનો વધ કરવા બદલ ભગવાન ભોલેનાથ પાંડવોથી નારાજ થઈ ગયા હતા.ભગવાન શ્રીકૃષ્ણના કહેવાથી જ પાંડવો ભગવાન શિવ પાસે ક્ષમા માગવા,પાપથી મુક્તિ મેળવવા ભગવાન શંકરના આશીર્વાદ પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી એટલે પાંડવો ભગવાન શંકરની શોધમાં હિમાલય પહોંચ્યા.ભગવાન શિવ એમની ભ્રાતૃહત્યાથી રોષિત હતા એટલે એમને દર્શન આપવા માંગતા ન હોતા તેથી તે અંતર્ધાન થઈ કેદારમાં આવીને વસ્યા.ગુપ્ત કાશીમાં પાંડવોને જોઈને ભગવાન શિવ ત્યાંથી અંર્તધ્યાન થઈ ગયા અને એ સ્થાન ઉપર પહોંચી ગયા જ્યાં હાલ કેદારનાથ આવેલું છે.ભગવાન શિવનો પીછો કરતાં-કરતાં પાંડવો કેદારનાથ પહોંચી ગયા.આ જગ્યાએ પાંડવોને આવેલા જોઈને ભગવાન શિવે એક બળદનું રૂપ ધારણ કર્યું અને આ વિસ્તારમાં જ ચરી રહેલી બળદોના ટોળામાં સામેલ થઈ ગયા જેથી પાંડવો તેમને ઓળખી ન જાય,એમ છતાં દૈવીશક્તિથી પાંડવોએ એમને ઓળખી લીધા એટલે ભીમે વિશાળ રૂપ ધારણ કરી બે પહાડો પર પોતાના બે પગ ફેલાવી દીધા.બીજા ગાય બળદ પશુઓ તો એ બે પગ નીચેથી નીકળી ગયા પણ બળદ રૂપે પહેલા ભગવાન શિવ ભીમના બે પગની વચ્ચેથી નીકળવા તૈયાર ન થયા એટલે ભીમને ખ્યાલ આવી ગયો કે આ બળદ રૂપે શિવજી જ છે તેથી તે તેમને પકડવા તૈયાર થયો,તે જોઈ ભગવાન શિવ જમીનમાં ઉતરવા લાગ્યા.તેમના શરીરનો નીચલો ભાગ ભૂમિમાં ઊંડે ઊતરી ગયો તેમ છતાં ભીમે એ બળદની ત્રિકોણ આકારની પીઠનો ભાગ પકડી લીધો તેમની હ્રદયપૂર્વક સ્તુતિ કરી અને સગાસબંધીઓની હત્યાના પાપ બદલ ક્ષમા માંગી અને એમાંથી મુક્ત કરવા પ્રાર્થના કરી.ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોને પાપમુક્ત થવા બતાવેલો ઉપાય સફળ થયો.ભગવાન શિવ પાંડવોની ભક્તિથી પ્રસન્ન થઇ તેમણે દર્શન આપી એમને પાપ મુક્ત કર્યા.ભગવાન શિવ ત્યાં એ જ સ્વરૂપે એવા જ શિવલિંગ આકારે બળદની પીઠ પરના ત્રિકાણાકાર આકારના શિવલિંગે રૂપે બિરાજમાન થઈ ગયા.

    ભગવાન શિવ બળદના રૂપમાં જમીનમાં અંતર્ધાન થયા ત્યારે તેમના ધડનો ઉપરનો મસ્તકનો ભાગ નેપાળના કાઠમાંડુમાં પશુપતિનાથ રૂપે પ્રગટ થયો,એમની ભૂજાઓ તુંગનાથમાં,મુખ રૂદ્રનાથમાં,નાભિ મધ્ય મહેશ્વરમાં અને જટા કલ્પેશ્વરમાં પ્રગટ થઈ એટલે આ ચાર સ્થાનો સાથે કેદારનાથ ધામને પંચકેદાર કહેવામાં આવે છે.

    બીજી એક લોક માન્યતા એવી છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી કાઠમાંડુ ઘાટીમાં આવ્યા હતા અને બાગમતી નદીના કિનારે વિશ્રામ કર્યો હતો.આ જગ્યાનું કુદરતી સૌંદર્ય તેમને પસંદ આવ્યું એટલે તેમણે હરણ અને હરણીનું રૂપ લઈ ત્યાંના જંગલમાં ફરવાનું શરૂ કર્યું અને થોડો સમય ત્યાં નિવાસ કર્યો. દેવોએ ભગવાન શિવ-પાર્વતીને શોધવા છતાં ના મળ્યા અને અહીયાં તેમનાં દર્શન થયાં.તે સમયે ભગવાન શિવે જાહેરાત કરી કે બાગમતી નદીના કિનારે હરણના રૂપમાં તે રહ્યા હતા એટલે તેમને અહી પશુપતિનાથ તરીકે ઓળખવામાં આવશે.

    એકવાર કામધેનુ ચંદ્રવન પર્વત ઉપરથી દરરોજ નીચે આવી જ્યાં ભગવાન શિવનું શિવલિંગ હતું ત્યાં પોતાના દૂધથી શિવલીંગ ઉપર અભિષેક કરતી હતી.લોકોને આ જોઇ કૌતુહલ થયું અને લોકોએ ખોદકામ કર્યું તો તેમને ત્યાં શિવલિંગ મળી આવ્યું હતું.અહીં ભગવાન શિવજીની પાંચ મુખવાળી મૂર્તિ મળી આવી,આ પાંચે મુખ અલગ અલગ ચાર દિશા અને ગુણોનો પરિચય આપે છે.ઓમકારની ઉત્પત્તિ ભગવાન શિવજીના આ પાંચ મુખથી થઈ છે જે પંચમહાભૂતોનું રૂપક છે.દક્ષિણ તરફના મુખને અધોર મુખ,પશ્ચિમ તરફના મુખને સદ્યોજાત,પૂર્વ તરફના મુખને તત્પુરુષ,ઉત્તર તરફના મુખને અર્ધનારીશ્વર અને ઉપર તરફના મુખને ઈશાન મુખ કહેવામાં આવે છે.પશુપતિનાથનું શિવલિંગ ચમત્કારિક છે.તે પારસ પથ્થર જેવું છે જે દૈવી શક્તિથી વ્યક્તિમાં ગુણાત્મક પરિવર્તન લાવી દે છે. થોડા સમયમાં પણ અહી યોગ સાધના કરે તો સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.

    પશુપતિનાથ મંદિર વિશે એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ આ મંદિરના દર્શન કરે છે તેનો પશુ યોનિમાં જન્મ થતો નથી.નેપાળમાં તેમને રાષ્ટ્રીય દેવતા માનવામાં આવે છે.           

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    નિર્જલા એકાદશી (ભીમ અગિયારસ): ભક્તિ અને શિસ્તનું પરમ વ્રત

    June 5, 2025
    લેખ

    વેદ-પુરાણોનો સાર ભાગ-૨

    June 5, 2025
    લેખ

    વેદ-પુરાણોનો સાર ભાગ-1

    June 3, 2025
    ધાર્મિક

    Karma Katha…ભગવાનના ભક્ત ગરીબ કેમ હોય છે?

    June 2, 2025
    લેખ

    બ્રહ્મજ્ઞાની સંતો આત્મતત્વની અપરોક્ષ અનુભૂતિ (દર્શન) કરીને પ્રભુ ૫રમાત્માની સ્તુતિ કરે છે

    May 31, 2025
    લેખ

    પ્રાર્થનાની શક્તિ

    May 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.