Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»સીટી બસની આડેધડ દોડાદોડીને બ્રેક મારવાની જરૂર : રસ્તા પર ભયનો માહોલ
    રાજકોટ

    સીટી બસની આડેધડ દોડાદોડીને બ્રેક મારવાની જરૂર : રસ્તા પર ભયનો માહોલ

    Vikram RavalBy Vikram RavalDecember 24, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા. 24
    રાજકોટના રસ્તા પર તાજેતરમાં નવી 22 સીએનજી સીટી બસ ઉમેરવામાં આવી છે અને નવા રૂટ પણ જોડવામાં આવ્યા છે ત્યારે છેલ્લા સમયમાં આ બસોના કારણે જીવલેણ અકસ્માતો પણ થયા છે. રવિવારે સીટી બસે માસુમ બાળકનો ભોગ લીધો છે ત્યારે મહાપાલિકાની ઓપરેટર એજન્સીના બેદરકારીભર્યા વહીવટનું વધુ એક ઉદાહરણ મળ્યું છે.

    તેમાં પણ ગઇકાલે સીટી બસનો એક કંડકટર નશાની હાલતમાં જોવા મળ્યા બાદ તેને હાંકી કાઢવામાં આવ્યો છે.  કોર્પો. દ્વારા સીટી અને બીઆરટીએસ બસ સેવાના પરિવહન માટે એજન્સી રોકવામાં આવી છે. જેની સામે આવી ગંભીર બેદરકારી બદલ પેનલ્ટીના પગલા લેવા સાથે હવે તમામ ડ્રાઇવર કંડકટરના સરકારી મેડીકલ ફિટનેસ સર્ટીફીકેટ ફરજીયાત બનાવાયા છે. 

    હાલ દોડતી સીટી બસના આ સ્ટાફને સીવીલ હોસ્પિટલે ચેકઅપ માટે એજન્સી મારફત મોકલાઇ રહ્યો છે. તો હવે નવી ભરતીમાં સરકારી નોકરીની જેમ જ શારીરિક અને માનસિક રીતે ફીટ કર્મચારીને જ ડ્રાઇવર અને કંડકટર તરીકે  રાખવા પણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. 

    રવિવારે કણકોટ રોડ પર ઇજનેરી કોલેજ સામે સીટી બસે માતા-પુત્રને હડફેટે લેતા માસુમ બાળકનું મૃત્યુ થયું હતું. આ અગાઉ રેલનગરમાં કરૂણ બનાવમાં ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટએટેક આવતા નિર્દોષ મહિલાનો ભોગ લેવાયો હતો. સોરઠીયાવાડી સર્કલ પાસે એક વૃધ્ધને થોડા સમય અગાઉ બસે ઉડાવ્યા હતા.

    કણકોટ રોડના બનાવના કલાકોમાં જ આ ડ્રાઇવરને ટર્મીનેટ કરી દેવામાં આવ્યો છે. શનિવારે એક સીટી બસનો કંડકટર નશો કરેલી હાલતમાં દરવાજા પર લટકેલો હોવાનો વિડીયો મનપા પાસે પહોંચ્યો હતો. આથી ગઇકાલે આ કંડકટરને પણ છુટો કરી દેવામાં આવ્યો છે. 

    હાર્ટ ફેઇલની ઘટના બાદ તમામ કંડકટર અને ડ્રાઇવરના ફિટનેશ સર્ટીફીકેટ ફરજીયાત બનાવાયા છે. હાલ 199 બસના આ કર્મચારીઓના ફિટનેસ ટેસ્ટ ચાલે છે. માત્ર સિવિલના સર્ટીફીકેટ જ માન્ય રહેશે. જે કોઇ કર્મચારી અનફીટ મળશે તેને છુટા કરવામાં આવશે. તો સાથે હવે નવી ભરતીમાં સરકારી કર્મચારીના ટેસ્ટની જેમ ડ્રાઇવર અને કંડકટરના  ફીટનેસ સર્ટીફીકેટ સિવિલ હોસ્પિટલમાંથી ઇસ્યુ થાય તે બાદ જ નોકરીએ રાખવા નિર્ણય લેવાયો છે.

    હાલ સિવિલમાં આ ટેસ્ટ સમયાંતરે ચાલી રહ્યા છે.તાજેતરમાં નવી 22 બસને લીલી ઝંડી અપાતા આ રૂટ સાથે ગ્રીનલેન્ડ, પરાપીપળીયા, ગોંડલ ચોક, માધાપર ચોકને જોડવામાં આવ્યા છે. તો ટ્રાફિકવાળા ત્રણ રૂટ પર નવી છ બસનો ઉમેરો  કરવામાં આવ્યો છે.

    હાલ રાજકોટમાં દૈનિક અંદાજીત અર્ધો લાખથી વધુ લોકો દ્વારા લાભ લેવામાં આવી રહેલ છે. સિટી બસ સેવામાં સિનિયર સિટિઝનને ફ્રી મુસાફરીની જાહેરાતના નિર્ણયથી અંદાજીત દૈનિક 7,000થી વધુ સિનિયર સિટિઝન દ્વારા પણ લાભ લેવામાં આવે છે.

    રાજકોટમાં કુલ સિટી બસ તથા બીઆરટીએસ સેવા અંતર્ગત હાલમાં કુલ 199 બસ દ્વારા કુલ 73 રૂટ પર પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. તેમજ શહેરમાં સિટી બસ સેવાના હયાત રૂટ તેમજ નવા રૂટ ચાલુ કરવા પણ સમયાંતરે સમીક્ષા કરવામાં આવે છે. પરંતુ સીટી બસના ડ્રાઇવર તથા કંડકટરમાં શિસ્ત અને જવાબદારી વધારવા પણ  પ્રયાસ કરવાની જરૂર છે.

    કારણ કે જીવલેણ બેદરકારીમાં નિર્દોષ લોકોના પરિવારોના માળા પીંખાઇ જાય છે અને રૂટ પર ડ્રાઇવરો ટેકસી અને છકડાની જેમ કાવા મારીને ઓવરટેક કરતા જોવા મળે છે. ચેકીંગ ટીમને પણ વધુ વિજીલન્ટ કરવાની જરૂર છે. એકંદરે આ આવશ્યક સેવામાં સલામતીની ગેરેંટી વધારવી અનિવાર્ય છે.

    બેદરકાર એજન્સીઓ સામે કાર્યવાહી પર ઢાંકપીછોડા 
    સીટી બસ ઓપરેટર એજન્સીની અવારનવાર બહાર આવતી બેદરકારી બદલ પેનલ્ટી સહિતની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ એકાદ વર્ષથી એકાએક મહાપાલિકાએ આવી જીવલેણ બેદરકારી બદલ કરાતી કાર્યવાહીની સત્તાવાર યાદી બહાર પાડવાનું બંધ કરી દીધું છે.

    માત્ર 25 હજારનો વેરો બાકી હોય તો પણ સીલ મારવા જતા, ચેક આપી દેવા છતાં સામાન્ય વેપારી કે કરદાતાનું નામ છાપરે ચડાવતા મનપા તંત્ર આવી ઘોર બેદરકાર એજન્સી સામે કરાતી કાર્યવાહી ઢાંકીને રાખે છે.

    દર મહિને કંડકટર સસ્પેન્ડ કરવામાં આવે છે. મોટી પેનલ્ટી થાય છે. પરંતુ તેમાં તંત્રને પોતાનું ખરાબ દેખાતું હોવાનું લાગતા આવી બેદરકારી પડદા પાછળ ઢાંકી દેવામાં આવે છે તે આશ્ચર્યજનક વાત છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: લાંચની ફરીયાદ રદ કરવાની અરજીમાં હાઈકોર્ટની સરકારને નોટીસ

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: સાયબર ક્રાઈમના ગુનામાં બે આરોપીના જામીન રદ

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: આર્થિક સકળામણથી યુવાને ઘેનની વધુ પડતી દવા પીધી

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: પાલતુ શ્વાન ને ઘરમાં રાખવાનું કહેતા મહિલા પર પાડોશીનો હુમલો

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: માનસિક બીમારી થી કંટાળી યુવકનો આપઘાત

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: નારાયણ નગરમાં મકાનમાંથી જુગારધામ ઝડપાયું

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.