યાયાધિશે સાયરા ગામના હવસખોરને તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષની સજા તથા રૂ.૪ લાખનો દંડ ફટકાર્યો
Himatnagar, તા.૧
હિંમતનગરની સગીરાનું અપહરણ કર્યા બાદ આ સગીરાને અરવલ્લી જિલ્લાના સાયરા ગામે લઈ ગયા બાદ નરાધમે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની ફરિયાદ એક વર્ષ અગાઉ હિંમતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે ગુનાની તપાસ કરીને ચાર્જશીટ હિંમતનગરની કોર્ટમાં રજૂ કરી હતી, જેની સુનાવણી બુધવારે થતાં ન્યાયાધિશે સાયરા ગામના હવસખોરને તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષની સજા તથા રૂ.૪ લાખનો દંડ ફટકાર્યો છે.આ અંગે સરકારી વકીલ હેતલબેન ત્રિવેદીના જણાવાયા મુજબ, વર્ષ ર૦રપના મે મહિનામાં હિંમતનગરના એક વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરાનું અરવલ્લી જિલ્લાના સાયરા ગામનો સાહીલ ધર્મેન્દ્ર સોલંકી અપહરણ કરી સાયરા લઈ ગયો હતો જ્યાં તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હતું. આ અંગેની ફરિયાદ હિંમતનગરના પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે સમગ્ર ગુનાની તપાસ કરીને ચાર્જશીટ હિંમતનગરની કોર્ટના ન્યાયાધિશ એમ.એન. શેખની કોર્ટમાં રજૂ કરી હતી. જેની સુનાવણી થતાં બુધવારે ન્યાયાધિશે સાહીલ સોલંકીને ગુનેગાર ઠેરવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ.૪ લાખનો દંડ કર્યો હતો.

