Tokyo,તા.29
જાપાનમાં ગઈકાલે 7.1ની તિવ્રતાના ભૂકંપના કારણે આ દેશના દક્ષિણ પશ્ચિમ કુમામાટો ક્ષેત્રમાં ભારે તબાહીના દ્રશ્યો છે અને 13 લોકોના મોત થયા છે તથા અનેક મોલ-ઈમારતો-રસ્તા તૂટી ગયા છે. વિજપુરવઠો ખોરવાઈ ગયા છે તથા કાટમાળમાં દબાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ થઈ છે તથા તેઓ જીવીત બચે તે માટે બચાવ ઓપરેશન પુરી ક્ષમતાથી શરૂ થયુ છે.
જાપાનના ટાપુ કુયુશુમાં આ ભૂકંપનું ભૂમિ બિન્દુ જમીનથી 20 કીમી ઉંડુ હતુ. જેથી સુનામની પણ ચેતવણી આપવામાં આવી રહી છે. આ ક્ષેત્રમાં રહેતા હજારો લોકોનું સ્થળાંતર કરાયું હતું. આ ભૂકંપમાં એક વિશાળ મોલ જમીનદોસ્ત થઈ ગયા છે.
ગેસની પાઈપ લાઈન પણ લીક થતા આગ લાગી હતી તથા વિસ્ફોટ થતા બે મહિલાના મોત થયા હતા. અહીની નિય્યોન પેપર ફેકટરીની ચીમની ભાંગી પડતા નીચે સાત લોકો દબાયા હતા.
જાપાન સરકારના દાવા મુજબ 260000 લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. 36000 ઘરોમાં વિજળી ખોરવાઈ છે તથા તાપમાન પણ 34 ડીગ્રી જેટલુ નોંધાયુ હતું. જાપાનની સેમીકન્ડકટર ફેકટરીઓ તથા ઓટો કંપની હોન્ડાની પણ ફેકટરી આ ક્ષેત્રમાં આવેલી છે જે બંધ કરવાની ફરજ પડી હતી.

