Rajkot, તા.6
રાજકોટ મનપામાં સીંગલ ગર્લ ચાઇલ્ડનું પ્રમાણપત્ર આપવાનું આજે ચાલુ હોય લોકોની લાઇન જોવા મળી હતી. તો પ્રથમ દિવસે ટુંકા સ્ટાફમાં 3પ0 પ્રમાણપત્ર નીકળ્યા હતા.
મહાનગરપાલિકામાં શનિવારથી રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત એક જ માત્ર દીકરી હોવાનું સર્ટી. આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અગાઉ જાહેરાત કરેલ હોવાથી ગઈકાલે વહેલી સવારે છ વાગ્યાથી અરજદારોએ લાઈનો લગાવી હતી.
પરંતુ વિભાગનાં મુખ્ય અધિકારી સહિતનાઓએ સાંજ સુધી વ્યવસ્થીત અને એક પણ અરજદારને અન્યાય ન થાય તે પ્રકારની કામગીરી એક જ દિ’માં 350 થી વધુ સર્ટી.ઈસ્યુ કરી દીધા હતાં અને આજે પણ સવારથી કામગીરી ચાલુ છે.
એક માત્ર દીકરીના પ્રમાણપત્ર માટે સેન્ટ્રલ ઝોન કચેરી અને વેસ્ટ ઝોન કચેરી ખાતે મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડયા હતાં. નાની નાની દીકરીઓ સાથે માતાઓએ લાઈનમાં ઉભી પ્રમાણપત્ર માટે કયારે વારો આવે તેની રાહ જોતા જોવા મળ્યા હતાં.
જ્યારે ઈસ્ટ ઝોન વિસ્તારનાં અનેક લોકો પણ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ઉમટી પડતાં જન્મ-મરણ વિભાગમાં થતી કામગીરી દરમિયાન અરજદારોની લાંબી લાઈનો જોવા મળી હતી છતાં ઓછા સ્ટાફથી તમામ અરજદારોને સર્ટી.આપવામાં આવ્યા હતાં. આજે લાઇન વચ્ચે પણ તમામ અરજદારોને આ પ્રમાણપત્ર અપાવ્યા હતા.

