Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»31st December પહેલાં બાકી આવકવેરો ભરી દે તો વ્યાજ, દંડ સંપૂર્ણ માફ
    વ્યાપાર

    31st December પહેલાં બાકી આવકવેરો ભરી દે તો વ્યાજ, દંડ સંપૂર્ણ માફ

    Vikram RavalBy Vikram RavalSeptember 21, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.21

    કેન્દ્ર સરકારે પહેલી ઓક્ટોબરથી ડાયરેક્ટ ટેક્સ વિવાદ સમાધાન યોજના ‘વિવાદ સે વિશ્વાસ 2.0’ ની શરૂઆત કરી દીધી છે. આ યોજનાની જાહેરાત જુલાઈમાં બજેટ 2024-25 માં કરવામૈાં આવી હતી. પડતર અપીલના અમુક આયકર વિવાદોનું સમાધાન કરવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 31મી જાન્યુઆરી 2020 પહેલા અપીલ ફાઈલ કરવામાં આવી હોય, પરંતુ 22 મી જુલાઈ 2024 પહેલા તે કરદાતાએ અપીલ ફાઈલ કરી દીધી હશે તો તેમને માત્ર ટેક્સના વિવાદની રકમ જમા કરાવીને કેસમાંથી મુક્તિ આપી દેવામાં આવશે. પરંતુ વેરાના વિવાદની સંપૂર્ણ રકમ કરદાતાએ 31મી ડિસમ્બર 2024 સુધીમાં જમા કરાવી દેવાની રહેશે.

    જો આ રકમ કરદાતા પહેલી જાન્યુઆરી 2025 કે તે પછી જમા કરાવે તો તેણે વિવાદાસ્પદ ટેક્સની રકમ સહિત 110 ટકા રકમ જમા કરાવવી પડશે. આવકવેરા ખાતાએ જે કરદાતા પર દરોડા પાડ્યા હોય અને આવકવેરા ધારાની કલમ 132 અને 132 (એ) હેઠળ જેમની સામે તપાસ કરવામાં આવી હોય અને તેમની પાસેના વેરાના બાકી લેણાની રકમ આકારણી કરીને કાઢવામાં આવી હોય તેવા કેસોમાં વિવાદ સે વિશ્વાસની 2024ની યોજના લાગુ પડશે.

    ક્યારે મળશે વિવાદ સે વિશ્વાસનો લાભ?

    ભારતની બહારના સોર્સ-સ્રોત તરફથી કોઈપણ આવક મેળવી હશે અને તેને છુપાવવવામાં આવી હશે અથવા ભારતની બહાર કરદાતાએ જાહેર ન કરેલી કોઈ અસ્ક્યામત મળી આવશે અને તેવા કિસ્સાઓમાં કરદાતા સામે બ્લેક મની એક્ટ લાગુ કરવામાં આવ્યો હશે તો પણ તેમને વિવાદ સે વિશ્વાસની યોજનાનો લાભ આપવામાં આવશે. અન્ય કોઈ નિશ્ચિત ધારાનો ભંગ કરવામાં આવ્યો હશે તેવા કિસ્સાઓમાં પણ વિવાદ સે વિશ્વાસની યોજનાનો લાભ આપવામાં આવશે.

    એપેલેટ ઓથોરિટી સમક્ષ કે અન્ય કોઈ ટેક્સ ઓથોરિટી સમક્ષ અપીલ પેન્ડિંગ હશે તેમને ડીપીઆર સમક્ષ ઓબ્જેક્શન ફાઈલ કર્યાં હોય, પરંતુ ડીપીઆર તરફથી કોઈ જ ઓર્ડર ન અપાયો હોય. આવા કિસ્સામાં કાયદાની કલમ 264 હેઠળ કરદાતા દ્વારા અરજી કરવામાં આવી હોય અને ચોક્કસ તારીખ સુધી તે પેન્ડિંગ રખાઈ હશે તો આવા કિસ્સામાં પણ વિવાદ સે વિશ્વાસની યોજનાનો લાભ આપવામાં આવશે.જે કરદાતાએ 31મી જાન્યુઆરી 2020 કે તેના પહેલા જ અપીલ ફાઈલ કરી હશે તો તેવા કિસ્સાઓમાં વેરાના વિવાદની રકમના 110 ટકા 31મી ડિસેમ્બર 2024 સુધીમાં જમા કરાવી દેવાના રહેશે. કરદાતાઓએ વેરાની વિવાદાસ્પદ રકમ ઉપરાંત 25 ટકા જેટલી રકમ વ્યાજ, દંડ અને ફી પેટે ચૂકવવી પડશે. કરદાતાએ વિવાદાસ્પદ વેરાની રકમ પહેલી જાન્યુઆરી 2025 કે તે પછી જમા કરાવવાની હશે તો તેવા કિસ્સામાં તેણે વિવાદાસ્પદ વેરાની રકમ ઉપર 30 ટકા રકમ વ્યાજ, દંડ કે પછી ફી તરીકે જમા કરાવવી પડશે.

    વેરા ઉપર વ્યાજ, દંડ અને ફીની રકમને લગતા કિસ્સાઓમાં 31મી જાન્યુઆરી 2020 સુધીમાં અપીલ ફાઈલ કરી દેવામાં આવી હશે તો કરદાતા વેરાના વિવાદની રકમ ઉપરાંત વ્યાજ, પેનલ્ટી અને ફી પેટે 30 ટકા રકમ 31મી  ડિસેમ્બર 2024 સુધીમાં ચૂકવીને માફી મેળવી શકે છે. આ જ કિસ્સાઓમાં જેમણે પહેલી જાન્યુઆરી 2025 કે તે પછી વિવાદાસ્પદ વેરાની રકમ જમા કરાવવાની હશે તો વેરાની રકમ ઉપર વ્યાજ, દંડ અને ફીના મળીને 35 ટકા રકમ ચૂકવવાની રહેશે.

    Income-Tax Vivad-Se-Vishwas-Scheme
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ : લોકોના વોલેટ પણ ફ્રીઝ કરી નખાયા

    June 5, 2025
    વ્યાપાર

    Income Tax Returns ફાઈલ કરતા સમયે તમામ દસ્તાવેજો પણ ડીજીટલી અપલોડ કરવા પડશે

    June 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.