ફુઆ અને ભત્રીજા વચ્ચે થયેલી બોલાચાલીમા આવેશમાં આવી પગલું ભર્યું,
Morbi,
મોરબીના નાની વાવડી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ફુઆના ઘરે ગયેલા યુવકે કોઈ કારણોસર ગુસ્સામાં આવી જઈ કાચમાં જોરદાર હાથ મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર અર્થે તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા ચિરાગભાઈ મહેશભાઈ રાવલ (ઉં.વ. ૪૦) ગઈકાલે નાની વાવડી ગામમાં ખોડિયાર ડેરી સામે આવેલી ન્યૂ ગાયત્રી સોસાયટીમાં રહેતા તેમના ફુઆ હરપાલભાઈના ઘરે કોઈ કામ અર્થે ગયા હતા. આ દરમિયાન ફુઆ અને ચિરાગભાઈ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન આવેશમાં આવી ગયેલા ચિરાગભાઈએ મકાનના કાચ પર જોરદાર હાથ માર્યો હતો, જેના કારણે કાચ ફૂટી જતાં તેમના હાથમાં ઊંડા ઘા વાગ્યા હતા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને સારવાર અર્થે પ્રથમ સ્થાનિક અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચિરાગભાઈ ઇલેક્ટ્રિકનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, પોતે એક ભાઈ બે બહેનમાં મોટા છે, તેમને સંતાનમાં એક દીકરો એક દીકરી છે. આ બનાવને પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

