રૂ.૩૦ હજારની રોકડ સાથે છ મહિલા સહિત ૧૩ પતા પ્રેમીની ધરપકડ
Rajkot તા.08
શહેરના રામનાથ પરામાં આવેલા ખોડીયાર મંદિર નજીક અને શહેરની ભાગોળે આવેલા લોઠડા ગામે પોલીસે જુગારના બે દરોડા પાડી જુગાર રમતી છ મહિલા સહિત ૧૩ પતા પ્રેમીને ઝડપી લઇ જુગારના પટમાંથી રૂ ૩૦ હજારની રોકડ કબ્જે કરી છે.શહેરમાં દારૂ અને જુગારને બડી નાબૂદ કરવા ઉચ્ચ અધિકારીએ આપેલી સૂચનાના પગલે, એલસીબી ઝોન ૨ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમીમળી હતી કે, રામનાથ પરામાં આવેલા ખોડીયારમાના મંદિરની સામે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના પગલે દરોડો પાડી રામાપીર ચોકડી પાસે રહેતી જ્યોતિબેન દિલીપકુમાર ભટ્ટ, રામનાથ પરા ભવાની નગરમાં રહેતા કંચનબેન દામજીભાઈ બ્રાહ્મણ, રામનાથ પરામાં રહેતા ભારતીબેન વિજયભાઈ બારૈયા, જામનગર રોડ નવી કોર્ટ નજીક આવેલા બીલીપત્ર એપાર્ટમેન્ટમાં રહેતા ગીતાબેન રવિગરી ગોસ્વામી, રામનાથ પરા મેઇન રોડ પર બાપા સીતારામના મંદિર નજીક રહેતા નૂર જહા બેન અનવરભાઈ સુરૈયા અને રૈયાધારમાં રહેતો હિતેશ જયંતીલાલ જાદવને ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ.૧૩.૪૬૦ની રોકડ એલસીબી ઝોન ૨ ના સ્ટાફે કબ્જે કરી છે.જ્યારે બીજો જુગારનો દરોડો આજીડેમ પોલીસની ટીમે શહેરની ભાગોળે આવેલા લોઠડા ગામે પાડી, જુગાર રમતા મહેશ રઘુભાઈ બાવળીયા ,વિરજી ભલાભાઇ સોમાણી, બાઘુભા મૂળરાજ ગોહિલ ,અજય જેરામભાઈ મેણીયા ,કલ્પેશ પ્રવીણભાઈ સાઈજાઅને માવજી વાલજીભાઈ વાઘેલા નામના શખ્સોને ઝડપી લઇ જુગારના પટમાંથી રૂ.૧૬.૫૦૦ની રોકડ કબ્જે કરી છે.

