Bhavnagarતા.10
બ્રહ્માકુમારીઝ સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી રતનમોહિનીની પ્રથમ પુણ્યતિથિ બુધવારે ’વિશ્વ એકતા દિવસ’ તરીકે મનાવવામાં આવી હતી. દાદીની સ્મૃતિમાં શાંતિવનમાં બનાવવામાં આવેલા ’જ્ઞાન રત્ન સ્તંભ’ પર દેશભરમાંથી આવેલા સંસ્થાના વરિષ્ઠ પદાધિકારીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મિડિયા સંયોજક બ્રહ્મા કુમાર મુકેશભાઈ જોશીના જણાવ્યા અનુસાર, ડાયમંડ હોલમાં આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં મુખ્ય પ્રશાસિકા રાજયોગિની મોહિની દીદીએ જણાવ્યું હતું.
કે દાદીનું જીવન યોગ, તપસ્યા અને સાધનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું. દાદી એ મહાન આત્માઓમાંના એક હતા જેમણે આ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયની વર્ષ 1937 માં સ્થાપનાથી લઈને વર્ષ 2025 સુધીની 89 વર્ષની યાત્રાના સાક્ષી રહ્યા છે. 40 થી વધુ વર્ષો સુધી તેમણે યુવા પ્રભાગના અધ્યક્ષા તરીકેની જવાબદારી પણ સંભાળી હતી.
તેમના નેતૃત્વમાં યુવા પ્રભાગ દ્વારા દેશભરમાં અનેક રાષ્ટ્રીય યુવા પદયાત્રા, સાયકલ યાત્રા અને અન્ય અભિયાનો ચલાવવામાં આવ્યા હતા. અતિરિક્ત મુખ્ય પ્રશાસિકા રાજયોગિની મુન્ની દીદીએ પણ પોતાના અનુભવો રજૂ કર્યા હતા.
ડાયમંડ હોલમાં શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત પદાધિકારીઓ ભાવનગર બ્રહ્મા કુમારીઝ,ડીવાઈન પેલેસ સરદારનગર ભાવનગર ખાતે વિશેષ પ્રસાદ ધરાવી ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો.

