Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar સાયલાના ચિત્રલાખા ગામમાંથી કોલસા ચોરીનું કૌભાંડ પકડાયું

    July 1, 2026

    Rajkot અઢી કરોડની લૂંટના આરોપીઓ પાસે પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું

    July 1, 2026

    Rajkot જિલ્લામાં ઘણાં સમયથી વોન્ટેડ 18 આરોપીઓ-કેદીઓ ઝડપાયા

    July 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar સાયલાના ચિત્રલાખા ગામમાંથી કોલસા ચોરીનું કૌભાંડ પકડાયું
    • Rajkot અઢી કરોડની લૂંટના આરોપીઓ પાસે પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું
    • Rajkot જિલ્લામાં ઘણાં સમયથી વોન્ટેડ 18 આરોપીઓ-કેદીઓ ઝડપાયા
    • મુંબઇથી ફોરચ્યુનર કારની ચોરી કરનારા Rajkot ના બે યુવાનો ઝડપાયા
    • FIFA World Cup: એમબાપ્પે અને એર્લિંગનો જાદુ ચાલ્યો
    • Women’s T20 World Cup : વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે કચડીને ઓસ્ટ્રેલિયા આઠમી વખત ફાઇનલમાં પહોંચ્યું
    • ટેનિસ મેચમાં અજીબોગરીબ ડ્રેસ પહેરીને રમવા ઉતરી Naomi Osaka
    • Norway’s Erling Haaland ના ગોલ પાછળનું રહસ્ય શું?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Europeના ૨૯ દેશમાં પાસપોર્ટ સ્ટેમ્પનો અંત
    આંતરરાષ્ટ્રીય

    Europeના ૨૯ દેશમાં પાસપોર્ટ સ્ટેમ્પનો અંત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 14, 2026Updated:April 15, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આંગળીના નિશાન અને પાસપોર્ટની માહિતી સ્કેન કરીને મૂકી દે છે આ સિસ્ટમ હેઠળ પાસપોર્ટ પર સ્ટેમ્પની જરૂર જ નહીં રહે

    Europe,તા.૧૪

    યુરોપિયન યુનિયને વિઝાને લગતા નિયમોમાં મોટા પાયે ફેરફાર કર્યા છે. હવે યુરોપના દેશોમાં જતા પ્રવાસીઓએ ઈઈજી સિસ્ટમ અનુસરવી પડશે, જેમાં પાસપોર્ટ પર સ્ટેમ્પ નહીં મારવામાં આવે, પરંતુ આંગળીના નિશાન અને ચહેરાનો ફોટો લેવામાં આવશે. આ નવી પદ્ધતિ ૧૦ એપ્રિલ, ૨૦૨૬થી ૨૯ દેશમાં સંપૂર્ણપણે અમલમાં આવી ગઈ છે.

    ઈઈજી એટલે એન્ટ્રી/એક્ઝિટ સિસ્ટમ. આ એક ડિજિટલ સિસ્ટમ છે, જે શેંગેન વિઝા પર આવતા-જતા યુરોપિયન યુનિયનના ન હોય તેવા મુસાફરોની નોંધ રાખે છે. તે તમારો ચહેરો, આંગળીના નિશાન અને પાસપોર્ટની માહિતી સ્કેન કરીને મૂકી દે છે. આ સિસ્ટમ હેઠળ પાસપોર્ટ પર સ્ટેમ્પની જરૂર જ નહીં રહે.

    આ નિયમો ટૂંકા ગાળા માટે (સામાન્ય રીતે ૯૦ દિવસથી ઓછો સમય) મુસાફરી કરતા બધા બિન યુરોપિયન નાગરિકો માટે છે. એટલે કે, ભારત અને અમેરિકા સહિત યુરોપિયન યુનિયનની બહારના લગભગ તમામ દેશના નાગરિકોને આ નિયમ લાગુ પડે છે. યુરોપિયન યુનિયનના નાગરિકો, ત્યાંના કાયમી રહેવાસીઓ અને લાંબા ગાળાના વિઝા ધારકોને તેમાંથી મુક્તિ મળે છે. આયર્લેન્ડ અને સાયપ્રસ પણ આ સિસ્ટમનો ભાગ નથી.આ ૨૯ દેશની મુલાકાત લેતી વખતે પ્રવાસીઓનો પાસપોર્ટ સ્કેન કરાશે, ડિજિટલ ફોટો લેવાશે અને બધી ૧૦ આંગળીના નિશાન પણ લેવાશે. ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આંગળીના નિશાન આપવાની જરૂર નથી, પરંતુ તેમનો ફોટો લેવાશે. જો કોઈ આ ડેટા આપવાનો ઇનકાર કરે, તો તેને યુરોપમાં પ્રવેશ નહીં મળે. પ્રવાસીઓની આ બાયોમેટ્રિક માહિતી સિસ્ટમમાં ૩ વર્ષ સુધી સાચવી રાખવામાં આવશે.

    એક વાર નોંધણી થઈ ગયા પછીની મુલાકાતો વખતે પ્રવાસીએ ફક્ત આંગળીના નિશાન અથવા ચહેરો બતાવવાનો રહેશે. આ રીતે પ્રવાસીઓની મુસાફરી ઝડપી બની જશે. આ સિસ્ટમનું સંચાલન ઈેં-ન્ૈંજીછ સંસ્થા કરે છે, જે યુરોપના ડેટા સુરક્ષા નિયમોનું પાલન કરે છે.

    આ સિસ્ટમ ૧૨ ઓક્ટોબર, ૨૦૨૫થી તબક્કાવાર શરૂ કરાઈ હતી. યુરોપિયન કમિશનના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ૪.૫ કરોડથી વધુ આવાગમનની નોંધણી થઈ ચૂકી છે. આ સિસ્ટમને કારણે ૨૪,૦૦૦થી વધુ લોકોને પ્રવેશ નકારવામાં આવ્યો છે અને ૬૦૦થી વધુ લોકોને સુરક્ષાની દૃષ્ટિએ જોખમી ઠેરવવામાં આવ્યા છે.જો તમે નજીકના ભવિષ્યમાં યુરોપ જવાના હોવ, તો તમારે લાંબી કતારોમાં ઊભા રહેવા માટે તૈયાર રહેવું પડશે. એરપોર્ટ્‌સ કાઉન્સિલ ઈન્ટરનેશને ચેતવણી આપી છે કે, આ સિસ્ટમથી વ્યસ્ત સમયમાં ૩ કલાક સુધીની કતાર લાગી શકે છે. તેમણે દાવો કર્યો છે કે, આ કારણસર ઇટાલીના પીસા એરપોર્ટ પર હાલમાં જ કેટલાક લોકોએ ૫ કલાક સુધી કતારમાં ઊભા રહેવું પડ્યું હતું.

    હા, યુરોપિયન બોર્ડર એન્ડ કોસ્ટ ગાર્ડ એજન્સી ફ્રન્ટેક્સે ‘ટ્રાવેલ ટુ યુરોપ’ નામની એપ બનાવી છે, જેમાં તમે યુરોપ પહોંચતાના ૭૨ કલાક પહેલાં તમારો પાસપોર્ટ ડેટા અને ચહેરાનો ફોટો અપલોડ કરી શકો છો. હાલ આ એપ ફક્ત સ્વીડન અને પોર્ટુગલમાં ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં તે બીજા દેશોમાં પણ ઉપલબ્ધ થઈ જશે. જો કે, તેનો ઉપયોગ કરશો તો પણ પહેલી વખતની ફરજિયાત સરહદી તપાસમાંથી તો પસાર થવું જ પડશે.

    ઈઈજી પછી યુરોપિયન યુનિયન ‘યુરોપિયન ટ્રાવેલ ઇન્ફોર્મેશન એન્ડ ઓથોરાઇઝેશન સિસ્ટમ’ એટલે કે ઈ્‌ૈંછજી શરૂ કરશે. વર્ષ ૨૦૨૬ના અંતમાં શરૂ થનાર આ સિસ્ટમ હેઠળ વિઝા-મુક્ત દેશોના પ્રવાસીઓ (જેમ કે બ્રિટિશ નાગરિકો)ને ૨૦ યુરોની ફી ભરીને ઓનલાઇન મંજૂરી લેવી પડશે. ૧૮ વર્ષથી ઓછા અને ૭૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને ફીમાંથી મુક્તિ મળશે. ઈઈજી અને ઈ્‌ૈંછજી બંને મળીને યુરોપની સરહદોને વધુ સુરક્ષિત બનાવશે.

    યુરોપિયન દેશોમાં જતા મુસાફરો માટે કેટલાક સૂચન

    – યુરોપની મુલાકાત પહેલીવાર લો, ત્યારે તપાસ માટે વધારાનો સમય લઈને જવું. ઓછામાં ઓછા ૩-૪ કલાકની ગણતરી રાખવી. – શક્ય હોય તો ‘ટ્રાવેલ ટુ યુરોપ’ એપનો ઉપયોગ કરો.- ડોવર બંદર, યુરો-ટનલ અને યુરો-સ્ટાર જેવા સ્થળોએ ઈઈજી કિઓસ્ક લગાવાયા છે, ત્યાં સમયસર પહોંચો.

    – તમારા બાળકોના દસ્તાવેજો સાથે રાખો, ભલે તેમને આંગળીના નિશાન ન લેવાતા હોય.

    European passport stamps
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Japanના PM Sane Takaichi ભારતમાં : બન્ને દેશ વચ્ચે થશે મોટી ડીલ

    July 1, 2026
    રાષ્ટ્રીય

    FIR થી માંડીને ચાર્જશીટ સુધીની સમગ્ર સિસ્ટમ થશે ડિજિટલ

    July 1, 2026
    રાષ્ટ્રીય

    Post Office સહિત સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજદર યથાવત

    July 1, 2026
    રાષ્ટ્રીય

    પેઢી કે કંપની દેવાળીયા થાય તો પણ કર્મચારીના PF and Gratuity ચુકવવી ફરજીયાત

    July 1, 2026
    રાષ્ટ્રીય

    વિમાની ઈંધણના ભાવ પ્રતિલીટર રૂા.5 ઘટયા : Airlines ને રાહત

    July 1, 2026
    રાષ્ટ્રીય

    GST કલેકશનમાં 13 માસનો રેકોર્ડ તૂટયો : રૂા.1.95 લાખ કરોડ નોંધાયુ

    July 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar સાયલાના ચિત્રલાખા ગામમાંથી કોલસા ચોરીનું કૌભાંડ પકડાયું

    July 1, 2026

    Rajkot અઢી કરોડની લૂંટના આરોપીઓ પાસે પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું

    July 1, 2026

    Rajkot જિલ્લામાં ઘણાં સમયથી વોન્ટેડ 18 આરોપીઓ-કેદીઓ ઝડપાયા

    July 1, 2026

    મુંબઇથી ફોરચ્યુનર કારની ચોરી કરનારા Rajkot ના બે યુવાનો ઝડપાયા

    July 1, 2026

    FIFA World Cup: એમબાપ્પે અને એર્લિંગનો જાદુ ચાલ્યો

    July 1, 2026

    Women’s T20 World Cup : વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે કચડીને ઓસ્ટ્રેલિયા આઠમી વખત ફાઇનલમાં પહોંચ્યું

    July 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar સાયલાના ચિત્રલાખા ગામમાંથી કોલસા ચોરીનું કૌભાંડ પકડાયું

    July 1, 2026

    Rajkot અઢી કરોડની લૂંટના આરોપીઓ પાસે પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું

    July 1, 2026

    Rajkot જિલ્લામાં ઘણાં સમયથી વોન્ટેડ 18 આરોપીઓ-કેદીઓ ઝડપાયા

    July 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.