Bhavnagar તા.18
ભાવનગર શહેરના ડોનચોક વિસ્તારમાં રહેતા અને વોરા બજારમાં કૃષ્ણ ગોલ્ડ એન્ડ સિલ્વર નામની દુકાન ધરાવતા સોની વેપારીની દુકાનમાં ત્રણ તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ મોડી રાત્રે દુકાનના શટરનું તાળું તોડી, દુકાનમાં પ્રેવશ્યા હતા.
જે બાદ દુકાનમાં રાખેલા કાઉન્ટરમાં રોકડ રૂા. 10 હજારના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દુકાનમાં ઘરેણાં યથાવત રાખીને ફરાર થઈ જતાં સોની વેપારીએ ગંગાજળીયા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. જે ઘટનામાં વેપારીએ ત્રણ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ કરી હતી.

