Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Raghav Chadha નું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ

    April 24, 2026

    અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું

    April 24, 2026

    દર 10માંથી ચાર ભારતીયો છોડવા માંગે છે ‘Trump’s America’

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Raghav Chadha નું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ
    • અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું
    • દર 10માંથી ચાર ભારતીયો છોડવા માંગે છે ‘Trump’s America’
    • Hormuz પર અમેરિકાનુ સંપૂર્ણ નિયંત્રણ, કાયમી ઉકેલ લાવવાનો ઈરાદો હોવાની સ્પષ્ટ વાત
    • ટીએમસીની 15 વર્ષ જૂની સિન્ડીકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજનો અંત આવશે : PM
    • કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી
    • `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?
    • Anthropic ના AI ટુલ માયથોસ સામે ભારતમાં એલર્ટ : નાણામંત્રીએ બેઠક બોલાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad ગુજરાત એસટીનું ‘છાનું છપનું’ ખાનગીકરણ! મળતિયાઓ પાસેથી 1200 બસો ભાડે લેવાશે
    અમદાવાદ

    Ahmedabad ગુજરાત એસટીનું ‘છાનું છપનું’ ખાનગીકરણ! મળતિયાઓ પાસેથી 1200 બસો ભાડે લેવાશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 24, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.24

    એસટીની નવી એસી અને વોલ્વો બસમાં બેસતા જ મુસાફરોને થાય કે ભાડે ગયેલી રાજ્યની પરિવહન સેવા હવે સુધરી રહી છે. પરંતુ જનતાની જાણ બહાર અધિકારીઓની કેબિનોમાં કંઈક બીજું જ રાંધાઈ રહ્યું છે. હાલ રાજ્યના માર્ગો પર દોડતી એસટીની પ્રીમિયમ ગણાતી 250 જેટલી બસ નિગમે ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓ પાસેથી ભાડે લીધેલી છે. જેના માટે દર મહિને 13 કરોડ જેટલું તોતિંગ ભાડું ચૂકવાય છે.

    એસટી કર્મચારી સંગઠનના સૂત્રોના જણાવ્યા મુજબ હજુ 1,200 જેટલી નવી બસ ખાનગી ટ્રાવેલ્સ પાસેથી ભાડે લેવા નિર્ણય કરાયો છે. લોકોનું આરોગ્ય અને શિક્ષણ ખાનગી કંપનીઓના હાથમાં સોંપી દીધા બાદ હવે સરકાર PPP(પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડલના રૂપકડા નામે સિફતતાપૂર્વક જાહેર પરિવહનનું પણ ખાનગીકરણ કરી રહી છે. અત્યાર સુધી બસનું ઉત્પાદન ખાનગી કંપનીઓને સોંપાયું હતું. પરંતુ હવે તો બસ ખરીદવાની જગ્યાએ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ ખાનગી બસ ભાડે લઈ ચલાવવા લાગ્યું છે!

    હાલ એસી અને વોલ્વો જેવી 250 પ્રીમિયમ બસ ભાડે ચાલે છે. જેના માટે પ્રતિ કિમી કંપનીને રૂ. 26થી 63 સુધી ચૂકવાય છે. ત્યારે એસટી કર્મચારી સંગઠનના સૂત્રોના જણાવ્યા અનુસાર ગત શનિવારે નિગમના ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠકમાં વધુ 1,000થી 1,200 જેટલી બસ ભાડે ચલાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં 500 એસી, 500 મિનિ બસ, 100 એસી લક્ઝરી અને 100 એસી સ્લીપર બસનો સમાવેશ થાય છે. ટૂંકમાં નિગમ હવે પોતાની જૂની બસ કાઢી નવી લેવાના બદલે વર્ષો સુધી ખાનગી બસના તોતિંગ ભાડા ચૂકવી જાતે દેવાનો ડુંગર ઊભો કરશે.

    છેલ્લાં બે વર્ષથી એસટીમાં ઘણી નવી એસી અને વોલ્વો બસ સામેલ કરાઈ છે. પરંતુ તેની પાછળનું ગણિત કંઈક વિચિત્ર છે. એક નવી એસી સીટર, સ્લીપર અને વોલ્વો જેવી પ્રીમિયમ બસની કિંમત આશરે 1થી 1.5 કરોડ જેટલી હોય છે. એટલે હાલ ભાડે લીધેલી 250 બસ બજારમાંથી નવી ખરીદવા માટે 350 કરોડનો ખર્ચ થાય તેમ છે. તેની સામે હાલ એસટી તંત્ર આ 250 બસ ભાડે ચલાવી દર મહિને ખાનગી કંપનીઓને 13 કરોડ લેખે વર્ષના 156 કરોડ રૂપિયા ચૂકવી રહ્યું છે. મતલબ કે અઢી વર્ષમાં જેટલું ભાડું ચૂકવાશે તેટલામાં તો 250 નવી બસ ખરીદી શકાય છે. જે 10થી 15 વર્ષ ચાલી શકે છે. પરંતુ સુચારુ આયોજનના બદલે હવે દસ વર્ષ સુધી ભાડાપેટે 1,500થી 2,000 કરોડ ખાનગી કંપનીઓની ઝોળીમાં પધરાવી દેવાશે!માત્ર બસ જ નહીં, હવે ડ્રાઈવર અને કંડક્ટરની પણ સરકારી ધારાધોરણથી ભરતી કરવાના બદલે નિગમ દ્વારા બે હજાર જેટલા ડ્રાઈવર અને બે હજાર કંડક્ટર ખાનગી કંપનીના ભરવાની વાતો વહેતી થઈ છે. એસટી ભારતીય મઝદૂર સંઘના અગ્રણી વલ્લભભાઈ વાઘાણીએ આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરતા જણાવ્યું છે કે, એસટીના અધિકારીઓ અને નેતાઓ દ્વારા છાના ખૂણે કરાઈ રહેલા આ ખાનગીકરણના વિરોધમાં ત્રણેય કર્મચારી સંગઠનો સાથે મળીને આંદોલન કરશે. કર્મચારીઓના હિતોને નુકસાન થાય તેવો કોઈ નિર્ણય માન્ય રાખવામાં આવશે નહીં.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું

    April 24, 2026
    અમદાવાદ

    Ahmedabad  વિરમગામ-નળ સરોવર હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક જ પરિવારના ત્રણના મોત

    April 24, 2026
    અમદાવાદ

    Ahmedabad RTE હેઠળ એડમિશન માટે અઢી લાખ જેટલા ફોર્મ ભરાયા, આ વખતે બેઠક ઘટી અને અરજીઓ વધી

    April 24, 2026
    અમદાવાદ

    Adani Universityમાં વિદ્યાર્થીઓએ બ્રિજ ડિઝાઇન અને મોડલ મેકિંગમાં બતાવ્યું અદભૂત કૌશલ્ય

    April 23, 2026
    અમદાવાદ

    ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈનું “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન

    April 23, 2026
    અમદાવાદ

    ધંધુકા હત્યાકાંડમાં વધુ એક ફરિયાદ નોંધવામાં આવી

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Raghav Chadha નું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ

    April 24, 2026

    અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું

    April 24, 2026

    દર 10માંથી ચાર ભારતીયો છોડવા માંગે છે ‘Trump’s America’

    April 24, 2026

    Hormuz પર અમેરિકાનુ સંપૂર્ણ નિયંત્રણ, કાયમી ઉકેલ લાવવાનો ઈરાદો હોવાની સ્પષ્ટ વાત

    April 24, 2026

    ટીએમસીની 15 વર્ષ જૂની સિન્ડીકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજનો અંત આવશે : PM

    April 24, 2026

    કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Raghav Chadha નું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ

    April 24, 2026

    અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું

    April 24, 2026

    દર 10માંથી ચાર ભારતીયો છોડવા માંગે છે ‘Trump’s America’

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.