Morbi તા 24
મોરબીના મહેન્દ્રનગર ગામથી કંડલા હાઇવે તરફ જવાના રસ્તા ઉપર ચાલતા કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા સગીર બાળ કીશોરને કામે રાખવામા આવેલ હતો અને તેની પાસે પથ્થરો હટાવવા, સફાઈ કામ અને અન્ય મજૂરી કરાવવામાં આવતી હતી જેથી હાલમાં કોન્ટ્રાક્ટર સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના મહેન્દ્રનગર ગામથી કંડલા હાઇવે તરફ જવાના રસ્તા ઉપર હાલમાં કામ ચાલી રહ્યું છે અને ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા સગીર બાળ કિશોરને હાઇવેના કામમાં રાખેલ હતો અને તેની પાસેથી મજૂરી કરવામાં આવતી હતી.
આ સગીર પાસેથી નાના મોટા પથ્થરો હટાવવાની કામગીરી, સાવરણાથી સાફ-સફાઈની કામગીરી તથા સળિયાનું સેન્ટીંગ કામ વિગેરે મજૂરી કરવવામાં આવતી હોય સગીર બાળકનું શારીરિક અને આર્થિક શોષણ કરવામાં આવતું હતું.
જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કોન્ટ્રાક્ટર ભગવાનસિંહ નારણસિંહ ચૌહાણ (35) રહે. મોરબી હળવદ રોડ માર્કો વિલેજ શેરી નં.1 ક હરિઓમ પાર્ક પાસે મોરબી મૂળ રહે મહેસાણા વાળા સામે તરુણ કાયદો અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

