Morbi તા 24
મોરબીના આલાપ રોડ ઉપર આવેલ તિરુપતિ સોસાયટીમાં રહેતા આધેડે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે જ્યારે સરસ્વતી સોસાયટીમાં રહેતી આધેડ મહિલાએ પોતાના ઘરના બાથરૂમમાં પોતાના શરીર ઉપર જવલંતશીલ પદાર્થ છાંટીને આગ ચાંપી લીધી હતી જેથી ગંભીર રીતે દાઝી ગયેલ મહિલાનું મોત નીપજ્યું હતું.
આલાપ રોડ ઉપર આવેલ રામાપીરના મંદિર વાળી શેરીમાં તિરૂપતિ સોસાયટી ખાતે રહેતા અશ્ર્વિનભાઈ હરખજીભાઈ બોપલિયા (50) નામના આધેડે ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ સામે આવેલ સરસ્વતી સોસાયટી શેરી નં.2 માં રહેતા મીનાક્ષીબેન સુખદેવભાઈ અઘેરા (58) નામના મહિલાએ ઘરની અંદર કોઈપણ કારણોસર બાથરૂમનો દરવાજો અંદરથી બંધ કરીને પોતાના શરીર ઉપર જવલંતશીલ પદાર્થ છાંટીને આગ ચાપી લીધી હતી જેથી ગંભીર રીતે દાઝી જવાના કારણે મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કારમાં નુકશાન
રાજકોટના રતનપર ગામે અયોધ્યા સોસાયટીમાં રહેતા દિવ્યરાજસિંહ પ્રકાશસિંહ ચુડાસમા (25)એ મહેન્દ્રા બોલેરો મેક્સી ગાડી નંબર જીજે 3 ડીઆઈ 1649 ના ચાલક અજરૂદ્દીન ગફારભાઈ જુણાચ રહે. નંદનવન સોસાયટી ભગવતી પરા રાજકોટ સામે ફરિયાદ નોંધાવેલ છે.
સનાળા રોડ પર આવેલ જીઆઇડીસીના નાકા નજીક બોલેરો ગાડીના ચાલકે પોતાનું વાહન બેફિકરાયથી ચલાવીને ફરિયાદીની XUV 9E ઇલેક્ટ્રીક ડેમો કાર ટ્રેડ સર્ટીફીકેટ નં- જીજે 36 સી 0033 ટીસી ને પાછળથી ટક્કર મારી હતી જેથી ફરિયાદીની કારમાં પાછળની બાજુએ બમ્પર અને ડેકીમાં નુકસાન થયું હોય હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

