Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot જીલ્લા પંચાયતમાં ઓછુ મતદાન કેવા પરિણામ લાવશે? ઉતેજના

    April 27, 2026

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026

    ફટાફટ ક્રિકેટની સટાસટી! હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં

    April 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot જીલ્લા પંચાયતમાં ઓછુ મતદાન કેવા પરિણામ લાવશે? ઉતેજના
    • Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો
    • ફટાફટ ક્રિકેટની સટાસટી! હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં
    • Vaibhav Suryavanshi ભવિષ્યની ટી-20 બેટિંગનું ‘નવું મોડલ’
    • Dhoni આખી ટુર્નામેન્ટમાથી બહાર થઈ જવાનું જોખમ
    • IPLમાં સીઝનનો પ્રથમ ’ટાઈ’ મેચ : સુપર ઓવરમાં કોલકતા એ લખનઉને હરાવ્યું
    • IPL 2026 : RCB vs DC દિલ્હીનો આજે બેંગ્લોર સામે જંગ
    • IPL 2026 : વૈભવ સૂર્યવંશીની ઈજા અંગે મોટો સસ્પેન્સ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi : મનપાની પ્રથમ ચૂંટણી માટે ઉત્સાહભર્યું 65.62% મતદાન: કાલે પરિણામ
    મોરબી

    Morbi : મનપાની પ્રથમ ચૂંટણી માટે ઉત્સાહભર્યું 65.62% મતદાન: કાલે પરિણામ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 27, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi તા 27
    મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે સવારે સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું અને મતદારોએ કાળઝાળ ગરમીમાં પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતુ સાંજ સુધીમાં કુલ મળીને 65.62 ટકા જેટલું મતદાન મહાપાલિકા માટે કરવામાં આવ્યું છે .

    જેમાં સૌથી વધુ વોર્ડ નં. 4 માં 70.71 ટકા જે સૌથી ઓછું વોર્ડ નં 7 માં 55.55 ટકા મતદાન નોંધાયું છે હાલમાં મતદારોએ મતદાન કરીને ઉમેદવારોના ભાવિ ઇવીએમ મશીનમાં કેદ કર્યા છે અને આગામી મંગળવારના રોજ ઇવીએમ મશીન ખોલીને મતદારોએ આપેલા મતના આંકડા જાહેર કરીને વિજેતાઓના નામ જાહેર કરવામાં આવે તેની આતુરતાથી રાહ જોવાઇ રહી છે.

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે સવારના સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલી હતી ત્યારે મોરબી મહાનગરપાલિકાની વાત કરીએ તો 13 બોર્ડની 52 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. તેમાં સવારે 7 વાગ્યાથી મતદાન મથકો ઉપર મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ કરવામાં આવ્યું હતું. તે દરમ્યાન મતદારોની સંખ્યામાં વધઘટ જોવા મળતી હતી જોકે મહાપાલિકાની ચૂંટણી માટે કુલ મળીને 65.62 ટકા મતદાન નોંધાયું છે જેમાં 69.69 ટકા પુરુષ તથા 61.20 ટકા સ્ત્રી મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હોવાનું અધિકારી પાસેથી જાણવા મળી ગયું છે

    મહાપાલિકાની આ પ્રથમ ચૂંટણીમાં પ્રચાર પ્રસાર માટે ઉમેદવારો માટે માત્ર 10 દિવસનો સમય હતો અને આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 13 હજારથી લઈને વધુમાં વધુ 25500 કરતાં વધુ મતદારો સુધી ઉમેદવારોએ પહોંચવાનું હતું પરંતુ ઓછો સમય ગાળો હોવાના કારણે અનેક વિસ્તારોમાં મતદારો સુધી ઉમેદવારો પહોંચી શક્યા નથી આટલું જ નહીં પરંતુ મતદારો સુધી તેઓની મતદાન માટેની જરૂરી સ્લીપો પણ પહોંચાડવામાં આવી ન હતી.

    જેથી કેટલાક મતદારો મતદાન કરવા માટે મતદાન મથક સુધી આવ્યા તેમ છતાં પણ હાલાકીનો સામનો કરીને મતદાન કર્યા વગર જ પાછા ગયા હોય તેવો ઘાટ પણ કેટલીક જગ્યાએ જોવા મળ્યો હતો

    મોરબીમાં રવિવારે દિવસ દરમિયાન જ્યારે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે મોરબીના વોર્ડ નં 6 મા લખધીરવાસ પ્રાથમિક શાળામાં આવેલા બે પૈકીનાં એક બુથમાં ઇવીએમ મશીનમાં વારંવાર આવતી એરરના લીધે મશીન 45 મિનિટ કરતાં વધુ સમય સુધી બંધ રહ્યું હતું. જેથી મતદારો લાઇનમાં ઊભા રહીને મતદાન કર્યા વગર જ પાછા ગયા હતા. જેથી કરીને થોડીવાર માટે મતદાન મથકે હોબાળો પણ થયો હતો. ત્યારબાદ ઇવીએમ મશીનની એરર દૂર કરીને મતદાન ચાલુ કરાવવામાં આવ્યું હતું. અધિકારી સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મતદાન કરવા માટે થઈને જે મતદારો આવતા હતા તેમના દ્વારા ઇવીએમમાં મતદાન કર્યા બાદ રજીસ્ટર બટન બે વખત દબાવવામાં આવતું હતું જેથી મશીનમાં એરર આવી જતી હતી.

    મોરબી મહાપાલિકાની આમ તો 13 વોર્ડ માટેની ચૂંટણી હતી પરંતુ સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન મોરબીના વોર્ડ નં. 1, 3, 7, 8, 9, 10 અને 11 વધુ ચર્ચાનો વિષય બન્યા હતા જેથી કરીને આ વોર્ડના શું પરિણામ આવે છે તે જોવા માટે થઈને લોકોમાં આતુરતા જોવા મળી રહે છે હાલમાં ઇવીએમ મશીનની અંદર મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉભેલા 177 ઉમેદવારોના ભાવિ કેદ થઈ ગયા છે અને આગામી મંગળવારે મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે મોરબી મહાપાલિકાના 1 થી 13 બોર્ડ માટેની 52 એ 52 બેઠકોની મતગણતરી શરૂ કરવામાં આવશે અને ગણતરીની કલાકમાં વિજેતા ઉમેદવારોના નામ જાહેર થઈ જશે.

    મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ કેટલા રાઉન્ડ?

    મોરબી મહાપાલિકાની ચૂંટણી માટે જે મતદાન કરવામાં આવ્યું છે તેની મતગણતરી કઈ રીતે કરવામાં આવશે તેની માહિતી માટે અધિકારીનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે વોર્ડ નં. 1‘ થી 4 માટે મત ગણતરીમાં કુલ નવ ટેબલ રાખવામાં આવશે જેમાં આઠ ટેબલ ઉપર ઇવીએમમાં પડેલા મતોની ગણતરી થશે અને એક ટેબલ ઉપર પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે.

    અને નવ રાઉન્ડના અંતે 1 થી 4 વોર્ડનું પરિણામ જાહેર થશે. જ્યારે વોર્ડ નં. 5 થી 9 માટે કુલ મળીને 10 જેટલા ટેબલ રાખવામાં આવશે અને 2 રાઉન્ડના અંતે 1 વોર્ડની મત ગણતરી પૂર્ણ થશે આમ 20 રાઉન્ડના અંતે આ પાંચ વોર્ડના વિજેતા ઉમેદવારોના નામ જાહેર થશે તો વોર્ડ નં. 10 થી 13 ની મત ગણતરી માટે 8 ટેબલ ઉપર મત ગણતરી કરાશે અને કુલ મળીને નવ રાઉન્ડના અંતે આ 4 વોર્ડના વિજેતા ઉમેદવારોના નામ જાહેર થઈ જશે.

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi : જીલ્લા પંચાયતમાં 71.09 ટકા અને નવરચિત ટંકારા પાલિકામાં 81.27 ટકા મતદાન

    April 27, 2026
    મોરબી

    Morbi : માળીયા (મી)માં યુવાનને છરીના ઘા ઝીકયા

    April 27, 2026
    મોરબી

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026
    મોરબી

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026
    મોરબી

    Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા

    April 24, 2026
    મોરબી

    Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot જીલ્લા પંચાયતમાં ઓછુ મતદાન કેવા પરિણામ લાવશે? ઉતેજના

    April 27, 2026

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026

    ફટાફટ ક્રિકેટની સટાસટી! હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં

    April 27, 2026

    Vaibhav Suryavanshi ભવિષ્યની ટી-20 બેટિંગનું ‘નવું મોડલ’

    April 27, 2026

    Dhoni આખી ટુર્નામેન્ટમાથી બહાર થઈ જવાનું જોખમ

    April 27, 2026

    IPLમાં સીઝનનો પ્રથમ ’ટાઈ’ મેચ : સુપર ઓવરમાં કોલકતા એ લખનઉને હરાવ્યું

    April 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot જીલ્લા પંચાયતમાં ઓછુ મતદાન કેવા પરિણામ લાવશે? ઉતેજના

    April 27, 2026

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026

    ફટાફટ ક્રિકેટની સટાસટી! હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં

    April 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.