Morbi તા 27
ગઇકાલે ચૂંટણી માટેની મતદાન યોજાયું હતું ત્યારે મોરબી જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લા પંચાયત તેમજ પાંચ તાલુકા પંચાયત અને ત્રણ પાલિકા માટે મતદાન મતદારો દ્વારા કરવામાં આવ્યું છે .
જેમાં મોરબી જીલ્લા પંચાયતમાં માટે 71.09 ટકા મતદાન થાય છે અને ત્રણ પાલિકા પૈકી નવરચિત ટંકારા પાલિકા માટે 81.27 ટકા મતદાન મતદારોએ કર્યું છે અને પાંચ તાલુકા પંચાયતમાં સૌથી વધુ વાંકાનેર તાલુકા પંચાયતમાં સૌથી વધુ 77.81 ટકા મતદાન નોંધાયું છે.
હવે મતગણતરીની આતુરતાથી રાહ જોઈ રહી છે. મોરબી જીલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મોરબી જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયત અને ત્રણ પાલિકાની ચૂંટણીના મતદાનના આંકડા ઉપર નજર કરીએ તો મોરબી જીલ્લા પંચાયતમાં 71.09 ટકા, વાંકાનેર નગરપાલિકામાં 58.56 ટકા, માળિયા (મી.) નગરપાલિકામાં 71.92 ટકા અને ટંકારા નગરપાલિકામાં 81.27 ટકા મતદાન થાયુ છે .
જયારે માળિયા તાલુકા પંચાયતમાં 69.11 ટકા, મોરબી તાલુકા પંચાયતમાં 67.38 ટકા, હળવદ તાલુકા પંચાયતમાં 66.81 ટકા, ટંકારા તાલુકા પંચાયતમાં 73.16 ટકા અને વાંકાનેર તાલુકા પંચાયતમાં 77.81 ટકા મતદાન નોંધાયું છે.

