Vadodara,તા.28
એક વર્ષમાં બે વખત પીએચડીના વિદ્યાર્થીઓને એડમિશન આપવાની નીતિ અમલમાં મૂકવાથી એમ.એસ.યુનિવર્સિટીમાં પીએચડી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે.
વર્તમાન શૈક્ષણિક વર્ષમાં પહેલા તબક્કામાં યુનિવર્સિટીમાં ૨૦૫ અને તાજેતરમાં હાથ ધરાયેલી બીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયામાં ૧૦૩ વિદ્યાર્થીઓએ પીએચડી માટે પ્રવેશ લીધો છે.આમ વર્તમાન વર્ષમાં યુનિવર્સિટીએ ૩૦૮ વિદ્યાર્થીઓને પીએચડીમાં પ્રવેશ આપ્યો છે.તેની સામે ૨૦૨૪-૨૫ના વર્ષમાં ૨૧૫ વિદ્યાર્થીઓના પીએચડી માટે એડમિશન થયા હતા.આમ એક જ વર્ષમાં પીએચડી માટે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.યુનિવર્સિટીએ ૨૦૨૬-૨૭ના શૈક્ષણિક વર્ષમાં પણ બે તબક્કામાં પીએચડીના પ્રવેશ આપવાનું નક્કી કર્યું છે.

