(એચ.એસ.એલ),વડોદરા,તા.૧૫
વડોદરાની વિવાદાસ્પદ જમીન ફાળવણી મામલે Gujarat High Courtમાં ચાલી રહેલા કેસમાં પૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ યુસુફ પઠાણને રાહત તો મળી છે, પરંતુ કોર્ટ તરફથી કડક ટિપ્પણીઓ પણ કરવામાં આવી છે. હાઈકોર્ટે તેમને વધુ ૪ અઠવાડિયાનો સમય આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “જેટલું મોડું કરશો એટલો દંડ વધુ થશે, કારણ કે વર્ષ ૨૦૧૪થી જમીન પર તમારો અનધિકૃત કબજો છે.”
જમીન ખાલી કરવાના સિંગલ જજના ચુકાદા સામે યુસુફ પઠાણે ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી છે. સુનાવણી દરમિયાન યુસુફ પઠાણ તરફથી વધુ સમય માગતી સિવિલ અરજી રજૂ કરવામાં આવી હતી. તેમના વકીલે દલીલ કરી હતી કે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને જમીન ફાળવવાની સરકારની નીતિ સંબંધિત દસ્તાવેજો કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે સમયની જરૂર છે.
આ દરમિયાન હાઈકોર્ટે સમય મંજૂર કર્યો, પરંતુ સાથે ચેતવણી પણ આપી કે લાંબા સમયથી પ્લોટ તેમના કબ્જામાં હોવાના કારણે વિલંબની અસર દંડ પર પડશે.
આ વિવાદ વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા આશરે ૯૭૮ ચોરસ મીટરના પ્લોટને લઈને છે. વર્ષ ૨૦૧૨માં યુસુફ પઠાણે આ જમીન મેળવવા માટે અરજી કરી હતી. ત્યારબાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ માર્કેટ કિંમતે જમીન ફાળવવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો હતો અને સામાન્ય સભાએ પણ તેને સમર્થન આપ્યું હતું.
જો કે અંતિમ મંજૂરી માટે મોકલાયેલી દરખાસ્ત રાજ્ય સરકારે સ્વીકારી નહોતી. રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૪માં જમીન ફાળવવાની અરજી નકારી કાઢી હતી. ત્યારબાદ ફસ્ઝ્રએ પણ જાહેર હરાજી વિના ૯૯ વર્ષની લીઝ પર પ્લોટ આપવાનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો અને પ્લોટ પરનું દબાણ દૂર કરવા સૂચના આપી હતી.
યુસુફ પઠાણે રાજ્ય સરકાર અને ફસ્ઝ્રના નિર્ણયોને પડકારતા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમના પક્ષે દલીલ કરવામાં આવી હતી કે ફસ્ઝ્ર એક સ્વાયત્ત સંસ્થા હોવાથી રાજ્ય સરકારની મંજૂરી જરૂરી નથી. પરંતુ સિંગલ જજની બેન્ચે નોંધ્યું હતું કે અરજદાર પાસે પ્લોટ ફાળવણીનો કોઈ કાયદેસર આદેશ કે દસ્તાવેજ નથી, છતાં સ્થળ પર બાઉન્ડ્રી વોલ અને અન્ય માળખાં ઉભા કરીને કબજો જમાવવામાં આવ્યો હતો. કોર્ટે તેને અનધિકૃત દબાણ ગણાવ્યું હતું.
આ કેસની અગાઉની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સવાલ કર્યો હતો કે જ્યારે માત્ર પ્રસ્તાવ મંજૂર થયો હતો અને જમીનનું સત્તાવાર એલોટમેન્ટ થયું નહોતું, ત્યારે પ્લોટ પર કબજો કેવી રીતે મેળવવામાં આવ્યો?
કોર્ટે વધુમાં કહ્યું હતું કે જો કોઈ અધિકારીએ કબજો આપ્યો હોય તો તેનું નામ જણાવવામાં આવે જેથી તેની સામે તપાસનો આદેશ આપી શકાય. સાથે જ કોર્ટે ટિપ્પણી કરી હતી કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પાસેથી આવી વર્તણૂકની અપેક્ષા રાખી શકાય નહીં.હાલ કેસની આગામી સુનાવણી સુધી યુસુફ પઠાણને વધુ ૪ અઠવાડિયાનો સમય મળ્યો છે. હવે કોર્ટ સમક્ષ રજૂ થનારા દસ્તાવેજો અને દલીલો પર આ મામલાનો આગળનો નિર્ણય આધારિત રહેશે.
Trending
- અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય
- Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા
- રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!
- સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ પૂર્ણાહૂતિનો સંયોગ, Junagadh દામોદર કૂંડમાં મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવી
- સંતાનો ને ફન અને ફરજનો પાઠ શીખવતું અણમોલ પાત્ર એટલે પપ્પા!!
- બાંગ્લાદેશ સરકારે Delhi Airport પર વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહિદ ઉર રહેમાન સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી માંગી
- ગૃહિણીઓ @ ફક્ત ગૃહિણીઓ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માતાઓ:સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
- Morbi માળિયાના હરીપર નજીક રોડ સાઈડમાં રાખેલી એસટી બસ સાથે ટ્રક અથડાતા બે મહિલાને ઈજા

