Morbi તા. 2
મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ નજીક સુપર કેરી ગાડીના ચાલકે સીએનજી રીક્ષાને પાછળથી ટક્કર મારી હતી જેથી અકસ્માતમાં રીક્ષા ચાલકને ઈજાઓ થઈ હતી તેમજ તેમાં બેઠેલા એક મુસાફરને ગંભીર ઈજથાઇ હોવાથી તેનું મોત નીપજયું હતું.
નીચીમાંડલ ગામે સ્કૂલની પાછળના ભાગમાં રહેતા અને રીક્ષા ચલાવવાનું કામ કરતા મુકેશભાઈ રમેશભાઈ સોલંકી (38)એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુપર કેરી ગાડી નંબર જીજે 27 ટીજી 6474 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યુ છે કે, રફાળેશ્વર ગામ પાસેથી તેઓ પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 2215 લઈને પસાર થઈ રહ્યા હતા.
અને તેમાં મુસાફર તરીકે રબીભાઈ અને ઉત્તમકુમાર બેઠા હતા દરમિયાન પાછળથી આરોપીએ તેની સુપર કેરી ગાડી રિક્ષામાં અથડાવી હતી જે બનાવમાં રબીભાઈને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જ્યારે ઉત્તમકુમારને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું સંદર્ભે હાલમાં રીક્ષા ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે
ઝેરી દવા પીધી
હળવદ તાલુકાના સૂર્યનગર ખાતે રહેતા જશુબેન કાળુભાઈ બહાપિયા (48)એ કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરે ઝેરી દવા લેતા સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
હળવદના શંકરપરા વિસ્તારમાં રહેતા નિતેશભાઇ લવજીભાઈ કંઝારીયા (52) અને રમાબેન નિતેશભાઈ કંઝારીયા (46)ને મેરુપરના પાટિયાથી સુંદરગઢ ગામ તરફ જવાના રસ્તા ઉપર પૂલ નજીક અકસ્માતના બનાવમાં ઈજા થઇ હોવાથી ત્યાં તેઓને સારવાર આપીને અકસ્માતના બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

