Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દીકરાઓ સાથે મેસીને ચીયર કરવા પહોંચી Shakira

    June 24, 2026

    માતૃત્વ બાદ ક્રિકેટમાં વાપસી માટે આઈસીસીનું ઐતિહાસિક પગલું : Jay Shah

    June 24, 2026

    દેશના મહાનગરો તથા GIFT cities માં કિંમત `એક સમાન’ કરવા નિર્ણય લેવાયાનો દાવો

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દીકરાઓ સાથે મેસીને ચીયર કરવા પહોંચી Shakira
    • માતૃત્વ બાદ ક્રિકેટમાં વાપસી માટે આઈસીસીનું ઐતિહાસિક પગલું : Jay Shah
    • દેશના મહાનગરો તથા GIFT cities માં કિંમત `એક સમાન’ કરવા નિર્ણય લેવાયાનો દાવો
    • રૂા.3500 કરોડ રોકડ…..2020 માં જ SOP ઘડવા ચેતવણી અપાઈ હતી: Ram Temple Funds Scam
    • અદાલતો સામે જનતાનો ભરોસો જાળવી રાખવાનો પડકાર : CJI Suryakant
    • IRCTC CMD સંજય જૈને રાજીનામું આપ્યું : સરકારે મંજુર પણ કર્યુ
    • ઈરાની Oil Sales પર છુટથી ભારતને ફાયદો
    • Mumbai માં એન્ટ્રી સાથે જ `અસલ મિજાજ’ આખી રાત વરસાદ : 10 ઈંચ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Anand: શેરબજારમાં રોકાણના નામે રૂ.૪૫.૧૩ લાખની છેતરપિંડી કરતાં ફરિયાદ
    ગુજરાત

    Anand: શેરબજારમાં રોકાણના નામે રૂ.૪૫.૧૩ લાખની છેતરપિંડી કરતાં ફરિયાદ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 9, 2026Updated:May 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એનએસઈના શેરોમાં રોકાણ કરવાના નામે નાણાં મેળવી લઈ શેરો કે નાણાં પરત નહીં આપી ઠગાઈ કરતાં ગુનો દાખલ કરાયો

    Anand, તા.૯

    આણંદના મહિલા પ્રોફેસર તેમની બહેન તેમજ કંપનીમાં નોકરી કરતી મહિલાને એનએસઈના શેરોમાં રોકાણના બહાને રૂ.૪૫.૧૩ લાખ મેળવી લઈ શેરો ખરીદી કરી નહીં આપી છેતરપિંડી કરાઈ હતી. આ અંગે નડિયાદ ખાતે રહેતી અને કલ્પદ્‌્રુમ ઇન્વેસ્ટમેન્ટ કંપની ચલાવતી મહિલા વિરુદ્ધ આણંદ શહેર પોલીસમથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.આણંદ શહેરમાં જ્ઞાનદીપ સોસાયટી નેહરુ બાગ પાસે ૬૦ વર્ષીય નીનાબેન હરેશચંદ્ર પંડ્યા રહે છે અને આણંદ શહેરની આર્ટસ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે. સાત વર્ષ અગાઉ નીનાબેનની મુલાકાત નડિયાદ ખાતે રહેતા રૂષિત મુકેશભાઈ શાહ સાથે થઈ હતી અને રૂષિત શાહે શેર માર્કેટમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. જેથી નીનાબેને રૂષિતભાઈની સલાહ મુજબ રોકાણ કરતા સારું વળતર મળતા નીનાબેને પોતાની બહેન સપનાબેનને વાત કરતાં સપનાબેને પણ રૂષિતભાઈ સાથે ચર્ચા કરીને તેમની સલાહ મુજબ જે.એમ. ફાઇનાન્સ કંપનીમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને શેરમાર્કેટમાં રોકાણ કરતા હતા.ગત એપ્રિલ ૨૦૨૫માં રૂષિતભાઈએ બંને બહેનોને ફોન તેમજ વોટ્‌સએપના માધ્યમથી જણાવ્યું હતું કે, એનએસઈના શેર લોન્ચ થવાના છે જે ખૂબ જ સારું વળતર આપશે. જેમાં રૂ.૧૪ લાખનું રોકાણ કરવું પડશે, જેથી નીનાબેન રોકાણ કરવા માટે સહમત થયા હતા અને તારીખ ૯-૪-૨૦૨૫ના રોજ રૂ.૧૪ લાખ આરટીજીએસ મારફતે આપવામાં આવ્યા હતા. સપનાબેન રાધેશ્યામ શર્માએ તારીખ ૨-૪- ૨૫ના રોજ રૂ ૧૪.૨૫ લાખ, તારીખ ૨૩-૫-૨૫ના રોજ રૂ ૫ લાખ તારીખ ૩-૪-૨૫ના રોજ સપનાબેનના પુત્ર સારંગ શર્માએ પણ રૂ.૨.૬૦ લાખનુ રોકાણ કર્યું હતું.આ ઉપરાંત રૂષિતભાઈની સાથે નોકરી કરતા અને આણંદમાં રહેતા દિપાલીબેન નીરવભાઈ વાઘેલાએ પણ રૂ.૯.૨૮ લાખનું રોકાણ કરવા માટે આપ્યા હતા. ત્યારબાદ કલ્પદ્‌્રુમ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા શેરનું લીસ્ટીંગ હજુ થયું નથી તેમ જણાવીને તેમાં ૩૫૦૦ ટકા જેટલું પહેલું ડિવિડન્ડ મળવાનું છે, જે તમારા ડિમેટ એકાઉન્ટમાં આવશે તેવી ખાતરી રૂષિતભાઈ શાહે આપી હતી.આ પછી તારીખ ૨૪-૫-૨૦૨૫ના રોજ રૂષિતભાઈ શાહનું કેનેડા મુકામે અવસાન થયું હતું. જેથી રૂષિતભાઈના માતા કલ્પદ્‌્રુમ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના ભાવનાબેન મુકેશભાઈ શાહનો સંપર્ક કરીને નીનાબેન સહિતના લોકોએ રોકાણ બાબતે પૂછપરછ કરતાં ભાવનાબેન શાહે શેર ખરીદવામાં આવ્યા છે અને તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે તેવો વિશ્વાસ આપ્યો હતો પરંતુ આજદિન સુધી શેર કે રોકાણ કરવા માટે આપેલા રૂ.૪૫.૧૩ લાખની રકમ ભાવનાબેને પરત આપી ન હતી.આ બનાવ અંગે નીનાબેન હરિશ્ચંદ્ર પંડ્યાએ આણંદ શહેર પોલીસમથકમાં કલ્પદ્‌્રુમ ઇન્વેસ્ટમેન્ટના પ્રોપરાઈટર ભાવનાબેન મુકેશભાઈ શાહ (રહે. સ્નેહપાર્ક સોસાયટી, વૈશાલી ટોકીઝ પાસે, નડિયાદ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    Anand Anand NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    દેશના મહાનગરો તથા GIFT cities માં કિંમત `એક સમાન’ કરવા નિર્ણય લેવાયાનો દાવો

    June 24, 2026
    વડોદરા

    ચૈતર વસાવા તેમની પત્ની શંકુતલા વસાવા સહિત કુલ નવ આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા

    June 24, 2026
    ગુજરાત

    શાળા પ્રવેશોત્સવ વડાપ્રધાન મોદીએ આપેલો વારસો બન્યો પ્રગતિનો પ્રવેશોત્સવ: CM Bhupendra Patel

    June 23, 2026
    મોરબી

    Morbi: Jetpar ઉપવાસ આંદોલનમાં બે આંદોલનકારી મહિલાઓની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

    June 23, 2026
    ગુજરાત

    કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’, વહેલી સવાર સુધી ચાલી!

    June 23, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં ‘નો ડ્રગ ઇન સિટી’ અભિયાન હેઠળ ૧૯૪ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દીકરાઓ સાથે મેસીને ચીયર કરવા પહોંચી Shakira

    June 24, 2026

    માતૃત્વ બાદ ક્રિકેટમાં વાપસી માટે આઈસીસીનું ઐતિહાસિક પગલું : Jay Shah

    June 24, 2026

    દેશના મહાનગરો તથા GIFT cities માં કિંમત `એક સમાન’ કરવા નિર્ણય લેવાયાનો દાવો

    June 24, 2026

    રૂા.3500 કરોડ રોકડ…..2020 માં જ SOP ઘડવા ચેતવણી અપાઈ હતી: Ram Temple Funds Scam

    June 24, 2026

    અદાલતો સામે જનતાનો ભરોસો જાળવી રાખવાનો પડકાર : CJI Suryakant

    June 24, 2026

    IRCTC CMD સંજય જૈને રાજીનામું આપ્યું : સરકારે મંજુર પણ કર્યુ

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દીકરાઓ સાથે મેસીને ચીયર કરવા પહોંચી Shakira

    June 24, 2026

    માતૃત્વ બાદ ક્રિકેટમાં વાપસી માટે આઈસીસીનું ઐતિહાસિક પગલું : Jay Shah

    June 24, 2026

    દેશના મહાનગરો તથા GIFT cities માં કિંમત `એક સમાન’ કરવા નિર્ણય લેવાયાનો દાવો

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.