Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો

    May 13, 2026

    ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા

    May 13, 2026

    Akhilesh Yadavના ભાઈ Pratik Yadavનું ૩૮ વર્ષની નાની વયે નિધન

    May 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો
    • ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા
    • Akhilesh Yadavના ભાઈ Pratik Yadavનું ૩૮ વર્ષની નાની વયે નિધન
    • Gujarat: તસ્કરોએ ૧૦૬૯ કરોડની ચોરી કરી, ૨૨૧ કરોડ રિકવર
    • Ahmedabad: છેતરપિંડી કેસમાં CBI કોર્ટે સર્વેયર સાથે ૩ને ૩ વર્ષની કેદ ફટકારી
    • કેબિનેટમાં બળવો છતાં British PM Starmer પદ નહીં છોડવા મક્કમ
    • USમાં પૂર્વ મહિલા મેયર વાંગે ચીનની જાસૂસ હોવાનું કબૂલ્યું
    • Iranએ કુવૈતમાં ચીનના બંદર પર હુમલો કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, May 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadhમાં કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ૧૯૮૬ બોટલ સાથે ૧૧ લાખનો મુદ્દામાલ જપ્ત
    સૌરાષ્ટ્ર

    Junagadhમાં કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ૧૯૮૬ બોટલ સાથે ૧૧ લાખનો મુદ્દામાલ જપ્ત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 12, 2026Updated:May 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh,તા.૧૨

    ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે  બાતમીના આધારે દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. માણેકવાડાથી બંધાળા માર્ગ પર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને એક શંકાસ્પદ કાળા રંગની કારને આંતરી હતી, જેમાંથી ૧૧ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી રાજેશ કાઠી નામના શખ્સની અટકાયત કરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ કાર્યવાહીથી બુટલેરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

    જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે માણેકવાડાથી બંધાળા માર્ગ પર કેટલાક ઇસમો રાજ્ય બહારથી કારમાં દારુ લાવીને હેરાફેરી કરી રહ્યા છે. આ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા માણેકવાડાથી બંધાળા માર્ગ પર વોચ ગોઠવીને શંકાસ્પદ લાગતી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર ચાલકે પોલીસને જોઇને કારને વધુ ગતિથી દોડાવી હતી. તે બાદ પોલીસ જવાનોએ અન્ય ખાનગી વાહનની મદદથી કારને બંધાળા માર્ગ પર રોકી હતી અને તેમાં તપાસ કરતા ડેકી તેમજ શીટ નીચેથી કાગળના પુઠામાં પેક દારૂની નાની ૧૯૮૬ બોટલ મળી આવી હતી.

    જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ કે.એમ.પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, મૂળ બંધાળાનો રાજેશ કાઠી કાળા કલરની કાર લઇને બંધાળા તરફ આવતો હતો. આ કારની તપાસ કરતા કારની અંદરથી ૧૯૮૬ દારૂની નાની બોટલ મળી આવી હતી. સમગ્ર મામલામાં પોલીસે ફરાર બે આરોપી યુવરાજ અને કૌશિક વાળાનો સમગ્ર દારુ પ્રકરણમાં કેવો રોલ છે? આ દારુ કોણે મંગાવ્યો હતો અને ક્યાં લઇ જવાનો હતો? આવા તમામ વિષયો પર પોલીસ ખૂબ જ ગંભીરતાથી તપાસ કરી રહી છે.

    જૂનાગઢમાં ખાનગી વાહનમાં દારૂની હેરાફેરીનો જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ પોલીસની કાર્યવાહી બાદ બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli ACB ટ્રેપઃ વંડા પોલીસ સ્ટેશનના ૨ હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા

    May 12, 2026
    સૌરાષ્ટ્ર

    Car ખાડામાં ખાબકતા સુરેન્દ્રનગરનાં બે યુવાનોનાં મોત

    May 12, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: ફોરેસ્ટ રિઝર્વની જમીન ખાનગી કંપનીને આપવાના મુદ્દે હીરા સોલંકી મેદાનમાં

    May 12, 2026
    સૌરાષ્ટ્ર

    ટીંબી ગામના ખેડૂતે Minister of Agricultureને પત્ર પાઠવીને ગાંજો વાવવાની મંજુરી માંગી!

    May 12, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: માતા પિતાની અસાધારણ તપ સાધના અને આત્યંતિક પ્રેમ સેવા સમર્પણની એક સત્ય ઘટના

    May 12, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: શ્રી નાગનાથ મહાદેવ મંદિર ખાતે શ્રીમદ્‌ દેવી ભાગવત મહાપુરાણ કથાનું આયોજન

    May 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો

    May 13, 2026

    ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા

    May 13, 2026

    Akhilesh Yadavના ભાઈ Pratik Yadavનું ૩૮ વર્ષની નાની વયે નિધન

    May 13, 2026

    Gujarat: તસ્કરોએ ૧૦૬૯ કરોડની ચોરી કરી, ૨૨૧ કરોડ રિકવર

    May 13, 2026

    Ahmedabad: છેતરપિંડી કેસમાં CBI કોર્ટે સર્વેયર સાથે ૩ને ૩ વર્ષની કેદ ફટકારી

    May 13, 2026

    કેબિનેટમાં બળવો છતાં British PM Starmer પદ નહીં છોડવા મક્કમ

    May 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો

    May 13, 2026

    ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા

    May 13, 2026

    Akhilesh Yadavના ભાઈ Pratik Yadavનું ૩૮ વર્ષની નાની વયે નિધન

    May 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.