New Delhi, તા.14
ઇરાન યુધ્ધના કારણે જે રીતે હોર્મુઝ જળ માર્ગ બંધ થયો અને ભારત માટે ક્રુડ તેલથી લઇ ગેસની આયાતમાં મોટો ફટકો પડ્યો તથા દેશમાં તેના પુરવઠો જળવાઇ રહે તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે તે વચ્ચે હવે ભારતે ગલ્ફ સાથે ગેસ અને ક્રુડતેલના આવ-ગમન માટે 40000 કરોડના ખર્ચે ગેસની પાઇપલાઇન બીછાવવા નિર્ણય લીધો છે અને તેમાંથી એલએનજી સપ્લાય કોઇપણ સંજોગોમાં સતત મળતી રહે તે પણ જોવાશે.
આ અંગે ગેસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા તથા એન્જીનીયર્સ ઇન્ડિયા અને ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન દ્વારા એક રીપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને પાઇપલાઇન મારફત ગેસનું વહન કેટલું વ્યાજબી રહેશે તે પણ ચકાસાશે અને બાદમાં સરકારને એક રીપોર્ટ આપવામાં આવશે.
ભારત માટે ઓમાન એ ગેસનો મોટો સપ્લાય દેશ બની રહ્યો છે. હાલ ઇરાનના કારણે હોર્મુઝ જળ માર્ગને જે રીતે આવા-ગમન માટે બંધ કરાયો છે તેથી ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ ન સર્જાઇ તે માટે ભારત પ્રયત્ન કરી રહ્યું છે.
આ માટે મીડલ ઇસ્ટ-ઇન્ડિયા દ્વારા ડીપ વોટર પાઇપલાઇન પ્રોજેક્ટની તૈયારી છે અને સમુદ્રની હેઠળ તે 2000 કિ.મી. લાંબી હશે અને તે ઓમાનથી સીધો ગુજરાતના બંદરો સાથે જોડાશે અને તેના મારફત 31 એમએમએસસીએમડી ગેસનું વાહન કરી શકાશે.
આ માટે ભારત મીડલ ઇસ્ટના દેશોનો પણ સહયોગ કરી રહ્યું છે. લગભગ ભારતનો 75 ટકા ગેસ આ ક્ષેત્રમાંથી આયાત થાય છે અને હાલમાં તે સપ્લાય બંધ થવાથી ભારત માટે અન્ય દેશો સાથે ટેન્કર મારફત ગેસ મેળવવાની ફરજ પડી છે.

