New Delhi, તા.14
દિલ્હી ફરી એકવાર શરમજનક સ્થિતિમાંમુકાઇ છે. મોડી રાત્રે એ યુવતીને સ્લીપર બસમાં ખેંચી લઇ તેની સાથે સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બાદમાં તે બહાર ફેંકી આરોપીઓ પલાયન થઇ ગયા હતા. જો કે પોલીસે આરોપીઓને પકડી ધરપકડ કરી જેલ મોકલી દીધા છે.
આ અંગેની વિગત એવી છે કે, મંગોલપુરીમાં આવેલી એક ફેકટરીમાં કામ કરતી મહિલા કામ પુરું કરીને રાત્રે ઘેર જઇ રહી હતી. ત્યારે આ બનાવ બન્યો હતો. 30 વર્ષીય મહિલા પોતાના પતિ અને બે બાળકો સાથી પ્રીતમપુરા વિસ્તારમાં રહે છે. તેના પતિને ટીબીની બીમારી છે.
પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ તે સોમવારે તે ફેકટરીથી રાત્રે ઘેર જઇ રહી હતી ત્યારે સરસ્વતી વિહાર વિસ્તારમાં બસની રાહ જોઇ રહી હતી. આ દરમિયાન એક સ્લીપર બસ આવીને ત્યાં ઉભી રહી.
મહિલાએ બસના દરવાજે ઉભેલા વ્યક્તિને ટાઇમ પૂછ્યો. આ દરમિયાન આરોપીએ તેને બસની અંદર ખેંચી લઇ અને ડ્રાઇવરને બસ ચલાવવાનું કહ્યું. આ દરમિયાન બસમાં હાજર બે આરોપીોએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું.
નાંગલોઇ મેટ્રો સ્ટેશન પાસે મહિલાને ફેંકીને ત્યાંથી આરોપીઓ નાસી ગયા હતા. પીડિતાની ફરિયાદ પર પોલીસે રૂટ પર લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી, જેનાથી ખબર પડી કે, બસ દિલ્હીથી બિહાર વચ્ચે ચાલે છે. પોલીસે મંગળવારે કાર્યવાહી કરી આરોપી બસ ચાલક અને હેલ્પરની ધરપકડ કરી જેલ મોકલી દીધા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

