Manipur, તા.14
મણિપુરમાં ફરી હિંસા ભડકી છે. કુકી સમુદાયની ટોચની સંસ્થાઓમાંની એક `કુકી ઇનપી મણિપુર’ એ બુધવારે કાંગપોકપી જિલ્લામાં બાયટિસ્ટ ચર્ચના ત્રણ નેતાઓની હત્યા બાદ રાજ્યના કુકી-જો બહુમતી બધા વિસ્તારોમાં ત્રણ દિવસના પૂર્ણ બંધનું આહવાન કર્યું છે.
કુકી ઇનપી મણિપુરના સૂચના અને પ્રચાર સચિવ જાંધાઓલન હાઓકિપે આ હત્યાઓની કડક નિંદા કરી છે અને રેવ.વી. સિટલહાઉ, રેવત કાઇગૌલન અને `પાદરી પાઓગૌલનના મૃત્યુ પર ઉંડુ દુઃખ વ્યકત કર્યું’ આ ઘટનામાં પાંચ અન્ય લોકો ઘાયલ થઇ ગયા જેને સંગઠને `બર્બર’ હુમલો બતાવ્યો છે.
એક નિવેદનમાં હાઓકિપે આરોપ લગાવ્યો છે કે આ હુમલો જેડ્યુએફ-કામસન જુથે અન્ય સશસ્ત્ર સમુહો સાથે મળીને કર્યો હતો. ચર્ચ નેતાઓ વિરુધ્ધ કરવામાં આવેલ આ ક્રુર અને અમાનવીય કૃત્યોએ કૂકી-જો લોગોની ભાવનાને ઉંડી ઠેસ પહોંચાડી છે.
બે દિવસ બંધઃ- આ ઘટના બાદ કૂકી ઇનપી મણિપુર એક ઇમર્જન્સી બેઠક બોલાવી હતી અને જાહેર શોક, એકતા અને મૃતકો પ્રત્યે સન્માનના પ્રતીકરૂપે અનેક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા. સંગઠન અનુસાર આ બંધ 13 મેથી 15 મે સુધી રહેશે.
કુકી ઇનપી મણિપુરે મૃતક ચર્ચ નેતાઓના સન્માનમાં કુકી-જો સમુદાય દ્વારા બે દિવસીય રાષ્ટ્ર વ્યાપી શોકની પણ જાહેરાત કરી છે. બંધના સમયગાળા દરમિયાન બધા વ્યાવસાયિક ભવન, સરકારી કાર્યાલય, ખાનગી સંસ્થા, સ્કુલ અને વાહનોની અવર-જવર બંધ રહેશે. જો કે વિમાન મથક સંચાલન, ચિકિત્સા સુવિધાઓ, અગ્નિશામન અને અન્ય જરૂરી માનવીય સેવાઓ સહિત ઇમર્જન્સી સેવાઓ ચાલુ રહેશે.
કેન્ડલ માર્ચ નીકળી
સંગઠનની ઘોષણા મુજબ બુધવારે સાંજે ચર્ચો દ્વારા શાંતિ માટે પ્રાર્થના કરવા હેતુ કેન્ડલ લાઇટ માર્ચ કાઢવામાં આવેલ. કુકી ઇનપી મણિપુરે બધા કુકી-જો લોકો, નાગરિક સમાજ સંગઠનો, ચર્ચો છાત્ર સંગઠનો, મહિલા સંગઠનો અને સંબંધિત નાગરિકોને પીડિતો સાથે એકતા દેખાડી બંધ અને શોક કાર્યક્રમનું સખ્તાઇથી પાલન કરવાની અપીલ કરી હતી.

