Surendranagar તા.14
સુરેન્દ્રનગર સબજેલમાં 12 મે 2026ના રોજ અમદાવાદની ઝડતી સ્કવોર્ડ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન જેલની વિવિધ બેરેકમાંથી ચાલાકીપૂર્વક છુપાવેલા ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
ઝડતી સ્કવોર્ડ દ્વારા સવારે 9ઃ15 થી 11ઃ00 કલાક દરમિયાન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, બેરેક નંબર 3માં સંડાસની પારી ઉપરથી એક લાલ/સિલ્વર કલરનો કીપેડ મોબાઈલ મળી આવ્યો હતો.
આ ઉપરાંત, બેરેક નંબર 2-અ માં ટીવી સ્ટેન્ડની નીચે જમીનમાં ખાડો કરીને છુપાવેલો ગોલ્ડન કલરનો મોબાઈલ એક ચાલુ સીમકાર્ડ સાથે ઝડપાયો હતો. બેરેક નંબર 2-બ માં દિવાલમાં પીવીસી પાઈપ પાસે ખાડો કરી છુપાવેલો ગુલાબી કલરનો કીપેડ મોબાઈલ મળી આવ્યો હતો.
આ મામલે ઝડતી સ્કવોર્ડના જેલર દેવશીભાઈ રણમલભાઈ કરંગીયાએ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

