Surendranagar તા.14
ગુજરાત રાજ્યમાં કુલ 72 IAS અધિકારીઓની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે. આ બદલીઓમાં સુરેન્દ્રનગરને નવા અધિકારી મળ્યા છે. આ બદલીઓ અંતર્ગત જે.કે. જાદવને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ અગાઉ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ રહેણાંક શિક્ષણ સંસ્થા સોસાયટી (GSTDREIS)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા.
જ્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર ડો. નવનાથ ગ્વાહણેની ભરૂચ જિલ્લા કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જે.કે. જાદવનું મૂળ વતન પંચમહાલ જિલ્લાનું ગોધરા છે.

