New Delhi, તા.16
અમેરિકા-ઇરાન સંઘર્ષ બાદ પેદા થયેલ ઇંધણ સંઘર્ષ બાદ પેદા થયેલ ઇંધણ સંકટ અને સરકારની ઇંધણ બચત સંબંધિત સલાહને ધ્યાનમાં રાખીને સુપ્રિમ કોર્ટે તાત્કાલીક અસરથી અનેક વહીવટી પગલાં લાગુ કર્યા છે.
આ સંબંધમાં સુપ્રિમ કોર્ટના સેક્રેટરી જનરલ ભરત પરાશરે 15 મે 2026ના એક સરક્યુલર જાહેર કરી કહ્યું છે કે બધા મામલા, ખાસ કરીને સોમવાર અને શુક્રવારે સાગતા કેસ અને અદાણીના આંશિક કાર્ય દિવસોમાં સૂચિબધ્ધ મામલાની સુનાવણી આગામી સૂચના સુધી માત્ર વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી થશે.
રજિસ્ટ્રીને નિર્દેશ આપ્યો છે કે વીડિયો કોન્ફરન્સીંગ લિંક સમયસર મોકલવામાં આવે. કનેક્ટિવીટી વ્યવસ્થિત રહે અને ટેકનિકલ સહાયતા તરત ઉપલબ્ધ કરાવાય, જેથી સુનાવણીમાં કોઇ પ્રકારની અસુવિધા ન રહે. સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોએ પણ સર્વ સંમતિથી કાર-પુલીંગ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો છે.
રજિસ્ટ્રીની પ્રત્યેક શાખા કે સેક્શનમાં અધિકતમ 50 ટકા કર્મીઓને સપ્તાહમાં બે દિવસ સુધી ઘરથી કામ કરવાની મંજુરી આપવામાં આવી છે અને એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અદાલતમાં કામકાજમાં કોઇ વિઘ્ન ન આવે તેના માટે પુરતી સંખ્યામાં કર્મચારીઓની કાર્યાલયમાં હાજરી ફરજિયાત રહેશે. રજિસ્ટ્રારોને રોસ્ટર તૈયાર કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઘેરથી કામ કરતાં કર્મીઓએ ફોન પર હાજર રહેવું પડશે.

