Rajkot, તા.16
રાજકોટ શહેર પોલીસના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ તથા ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચેતન માંડલિક અને નાયબ પોલીસ કમિશનર જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.
ડી.સી.બી. પોલીસ સ્ટેશનના મહત્વના પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી. વસિયાવા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોડલીયાના માર્ગદર્શન હેઠળ ટીમે ઈઊઈંછ પોર્ટલ મારફતે સતત મોનીટરીંગ કરી ગુમ અને ચોરી થયેલા મોબાઈલ ફોન ટ્રેસ કર્યા હતા.
ગત તા.01 થી 15 મે દરમિયાન કુલ 31 મોબાઈલ ફોનશોધી કાઢવામાં આવ્યા હતા, જેની કુલ કિંમત રૂ.6,05,430 હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલા મોબાઈલોમાં રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનના ગુમ અરજી નં.120/2025 હેઠળ ચોરી થયેલા એક મોબાઈલ ફોન સહિત અન્ય 30 ગુમ મોબાઈલનો સમાવેશ થાય છે. બાદમાં તમામ મોબાઈલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.

