Rajkot તા.16
રૂખડિયા કોલોનીમાં નકલંકપરામાં રહેતા થોમસન કોરા મેથ્યુ (ઉ.વ.53) ગઈકાલે સાંજે સાત વાગ્યાં આસપાસ પોતાના મિત્ર પ્રતિક સાથે રેલનગરમાં આવેલા ઓસ્કાર એપાર્ટમેન્ટમાં લિફ્ટનો ફેન રીપેર કરવા ગયેલા.
જ્યાં રીપેરીંગ કરતી વખતે વીજ કરંટ લાગતા તે બેભાન થઇ ગયેલા. સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડોક્ટરે મૃત જાહેર કરેલ હતા. પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો અને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, થોમસ ત્રણ ભાઇ બે બહેનમાં નાના અને અપરણિત હતા. તેમના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.

