Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ચાંદની બારની સીકવલમાં Katrina Kaif ની એન્ટ્રી થઈ શકે

    June 15, 2026

    Vijay and Rashmika એ 180 બાળકોને સ્કોલરશિપ આપી

    June 15, 2026

    Salman Khan નો નવો લુક જોઈ સેલેબ્સથી લઈને ફેન્સ પણ ચોંકયા

    June 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ચાંદની બારની સીકવલમાં Katrina Kaif ની એન્ટ્રી થઈ શકે
    • Vijay and Rashmika એ 180 બાળકોને સ્કોલરશિપ આપી
    • Salman Khan નો નવો લુક જોઈ સેલેબ્સથી લઈને ફેન્સ પણ ચોંકયા
    • Farhan Akhtar આરડી બર્મનની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવશે
    • Kriti Sanon ને 4.30 કરોડમાં ખરીદેલી સંપત્તિ રૂ.8.88 કરોડમાં વેચી
    • Saiee Manjrekar and Raghav Juyal ઇક્કાઇ ફિલ્મમાં જોડી જમાવશે
    • છૂટાછેડા બાદ ઉઠતાં સવાલો પર ભડકી Mouni Roy
    • મેં મારી જિંદગીને ક્યારેય ‘સંઘર્ષ’ તરીકે નથી જોઈ: Raghubir Yadav
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: હિરાસર એરપોર્ટથી પકડાયેલી ચાંદી ચાર વેપારીઓની! GSTને તપાસ
    રાજકોટ

    Rajkot: હિરાસર એરપોર્ટથી પકડાયેલી ચાંદી ચાર વેપારીઓની! GSTને તપાસ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 18, 2026Updated:May 19, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા.18

    રાજકોટનાં આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ ખાતે કાર્ગોમાં આવેલા 180 કિલો અને રૂા.પાંચ કરોડની કિંમતના ચાંદીના પાર્સલો એ.ટી.એસ. અને રાજકોટ એલસીએ ગઇકાલે સવારે ઝડપી લીધા હતા અને આ ચાંદી સ્ટેટ જીએસટીના રાજકોટ વિભાગને પોલીસે હેન્ડ ઓવર કરી દેતા હવે આ ચાંદી પ્રકરણની તપાસમાં સ્ટેટ જીએસટી વિભાગે પણ ઝુકાવ્યું છે. અને આ ચાંદી પ્રકરણની તપાસ જીએસટી અન્વેષણ વિંગની મોબાઇલ સ્કવોડને સોંપી દેવામાં આવતા હવે આગામી દિવસોમાં આ ચાંદી પ્રકરણમાં નવા-નવા ખુલાસા થશે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, આ ચાંદી વારાણસીથી સનરાઇઝ નામની પેઢી દ્વારા રાજકોટનાં સામકાંઠાનાં એક વેપારી વિપુલ કુંજરાને આ ચાંદી કાર્ગો મારફતે મોકલાયાનું કહેવાય રહ્યું છે.  આથી સ્ટેટ જીએસટી વિભાગે વેંચનાર અને ખરીદનાર એમ બન્ને પાર્ટીઓની દિશામાં તપાસ શરુ કરી છે. રાજકોટ અન્વેષણ વિંગના અધિકારી શ્રી જનકાંતનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે, ગઇકાલે જ રૂા.5 કરોડની ચાંદી જીએસટીને હેન્ડઓવર કરી દેવાઇ હતી.

    આથી આ બાબતે આગળની તપાસ મોબાઇસ સ્કવોડને સોંપી દેવાઇ છે. શ્રી જનકાંતે વધુમાં જણાવેલ હતું કે કુરીયર કંપનીનાં સંચાલકનું પણ નિવેદન લેવાયું ચે અને હવે વેંચનાર તથા ખરીદનાર પેઢીનાં સંચાલકોની પણ પૂછપરછ થશે અને તેનાં નિવેદનો લેવા તજવિજ શરુ કરાઇ છે.

    ખાસ કરીને ચાંદી મોકલનાર જેન્યુઅન ડિલર છે કે કેમ? તેઓએ કાયદેસરની ખરીદી કરી છે? ખરીદીનાં બીલ-આધાર પુરાવા છે? અગાઉ આવા ટ્રાન્જેક્શન થયા છે? તે દિશામાં મોબાઇલ-સ્કવોર્ડ, ગઇકાલે મોડી રાત સુધી તપાસ હાથ ધરી હતી. વધુમાં શ્રી જનકાંતે જણાવેલ હતું કે, ગત મોડી રાત્રી સુધી થયેલી તપાસનાં અંતે ચાંદી વેંચનાર અને ખરીદનાર એકથી વધુ લોકો હોવાનું બહાર આવી રહ્યું છે. ત્યારે આ ચાંદી પ્રકરણમાં બોગસ બિલીંગ કરચોરી અને હવાલા કૌભાંડ છે કે કેમ? તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

    આ તપાસ હજુ થોડા દિવસો ચાલશે અને ત્યારબાદ સત્ય બહાર આવશે તેમજ ચાંદી મોકલનાર અને ખરીદનારને પણ નોટીસો આપી નિવેદન લેવા બોલાવાશે. જો નોટીસ બાદ પણ કોઇ ચાંદીની જવાબદારી લેવા નહીં આવે તો તેની સરકારી રાહે હરરાજી કરી વેંચી દેવાશે.

    એર કાર્ગોમાં પર્યાપ્ત બીલ વિના માલ કેવી રીતે લેવાયો? ચાંદી બજારમાં સોંપો

    સોના-ચાંદીના ઉંચાભાવ તથા વિદેશી હુંડિયામણની બચત માટે સરકાર દ્વારા નિયંત્રણો વચ્ચે રાજકોટ આવતી ચાંદીની બે ખેપ પકડાઇ છે. આ જથ્થો શંકાસ્પદ માલુમ પડતા કાયદેસરતા મામલે તપાસનો દોર શરુ કરવામાં આવ્યો છે.

    એક સાથે 280 કિલો ચાંદી પકડાઇ હોવાથી રાજકોટની ચાંદી બજારમાં સોંપો પડી ગયો છે. આ માલ કોનો છે તે વિશે વેપારીઓમાં આંતરિક ચર્ચા થઇ રહી છે. રાજકોટમાં સામો કાંઠો ચાંદીના વેપારનું મથક છે. મોટા ભાગનો ચાંદીનો કારોબાર ત્યાંથી જ થાય છે એટલે ત્યાંના જ વેપારીઓ હોવાનું મનાય છે.

    દરમિયાન ચાંદીના એક જાણીતા વેપારીએ કહ્યું કે સામાન્ય રીતે એરકાર્ગો મારફત મોકલાતા માલમાં બીલ સહિતના જરુરી દસ્તાવેજો સાથે સોંપવાનું ફરજીયાત હોય છે. આ માલ બીન હિસાબી હોવાના સંજોગોમાં એરકાર્ગોમાં માલ કેવી રીતે આવ્યો તે પણ સવાલ છે. મોટા ભાગે આંતરરાજ્ય વેપાર કાયદેસરના જ થતાં હોય છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    VVP દ્વારા વિદ્યાર્થી કોઈપણ જાતના ખર્ચ વિના એન્જિનિયરિંગ કરી શકે એવી અનેક સ્કોલરશીપ

    June 13, 2026
    રાજકોટ

    પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ રાજકોટ-ઓખા રેલવે સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ કર્યું

    June 13, 2026
    રાજકોટ

    Rajkot રૂ. ૭૪.૩૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ફોર-લેન રેલવે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા Deputy CM Sanghvi

    June 13, 2026
    રાજકોટ

    ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની એચ.જે. દોશી હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત; દર્દી સેવાના સેવાયજ્ઞને બિરદાવ્યો

    June 13, 2026
    રાજકોટ

    Rajkot: બેટી રામપર ગામે ટેન્કર, ટ્રક અને ઈકો વચ્ચે અકસ્માત, ચારનાં મોત

    June 13, 2026
    રાજકોટ

    Rajkot: બાળકના ઘડ વિનાના માથાની ઘટનાનો ભેદ ઉકેલાયો

    June 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ચાંદની બારની સીકવલમાં Katrina Kaif ની એન્ટ્રી થઈ શકે

    June 15, 2026

    Vijay and Rashmika એ 180 બાળકોને સ્કોલરશિપ આપી

    June 15, 2026

    Salman Khan નો નવો લુક જોઈ સેલેબ્સથી લઈને ફેન્સ પણ ચોંકયા

    June 15, 2026

    Farhan Akhtar આરડી બર્મનની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવશે

    June 15, 2026

    Kriti Sanon ને 4.30 કરોડમાં ખરીદેલી સંપત્તિ રૂ.8.88 કરોડમાં વેચી

    June 15, 2026

    Saiee Manjrekar and Raghav Juyal ઇક્કાઇ ફિલ્મમાં જોડી જમાવશે

    June 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ચાંદની બારની સીકવલમાં Katrina Kaif ની એન્ટ્રી થઈ શકે

    June 15, 2026

    Vijay and Rashmika એ 180 બાળકોને સ્કોલરશિપ આપી

    June 15, 2026

    Salman Khan નો નવો લુક જોઈ સેલેબ્સથી લઈને ફેન્સ પણ ચોંકયા

    June 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.