(નયના દવે દ્વારા)
Jamnagar તા.૩૦ઃ
Jamnagarના રાજપાર્ક વિસ્તારમાં રહેતા એક યુવાને પત્ની સાથે થયેલી બોલાચાલીનું મનમાં લાગી આવતાં ઝેરી દવા પી લેતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.આ અંગે પોલીસમાંથી મળતી માહિતી મુજબ, રાજપાર્ક આદિત્યપાર્ક શેરી નં-૧ ખાતે રહેતા મૂળ સુત્રાપાડા ના હરબાઝભાઈ જમુભાઈ પરમાર (ઉ.વ.૩૨) એ તા.૨૯ મેના રોજ વહેલી સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. બનાવ બાદ તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મરણજનાર અને તેમની પત્ની વચ્ચે અગાઉ બોલાચાલી તથા ઝઘડો થયો હતો, જે બાબતનું મનમાં લાગી આવતાં તેણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
બનાવ અંગે Jamnagar સીટી-બી ડિવિઝન પોલીસે બી.એન.એસ.એસ. કલમ-૧૯૪ મુજબ અકસ્માત મૃત્યુ અંગે નોંધ કરી છે, અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

