કેશોદથી પોરબંદર જતી વેળાએ ગોરસર ટોલનાકા નજીક કાળનો ભેંટો સર્જાયો:કાર ચાલક ગંભીર
Porbandar, તા,02
પોરબંદરના ગોરસર ટોલનાકા નજીક ગત રાત્રે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા બાઇક સવાર માતા પિતા અને 3 વર્ષીય માસુમ બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે સામાપક્ષે કાર ચાલકની હાલત ગંભીર હોવાથી રાજકોટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી અને ઘટનાની જાણ થતા માધવપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ પોરબંદર ગોરસર ટોલનાકા પાસે મોડી રાત્રે બાઈક અને કાર વચ્ચે ગમખ્વાવર અકસ્માત સર્જાયો હતો સ્થાનિક લોકો ના ટોળા ઉમટ્યા હતા અને ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા અકસ્માતમાં બાઇક ચાલક માતા પિતા અને 3 વર્ષીય પુત્ર ને ગંભીર ઇજા અને કાર ડ્રાઈવરની ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત જેમાં પોરબંદર રહેતા બાઇક ચાલક નજીર જુમ્મા સાટી ઉમર વર્ષ 35 વર્ષીય (પતિ), રોઝીના નજીર સાટી ઉમર વર્ષ 30 (પત્ની) વર્ષના નજીર સાટી ઉમર વર્ષ 3 વર્ષીય પુત્રને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. સારવાર મળે તે પહેલા જ નજીર જુમ્મા સાટી, રોઝીના નજીર સાટી,વર્ષના નજીર સાટીનું મોત થયું હતું અને કાર ડ્રાઈવર હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે ઘટના સ્થળે માધવપુર પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે મતક પરિવાર કેશોદથી પોરબંદર બાઈક લઈને જઈ રહ્યો હતો અને ગોરસર ટોળનાકા પાસે અકસ્માત સર્જાયો હતો આ અંગે વધુ તપાસ માધવપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હાલ માતા પિતા અને પુત્રના મોત થી પરિવાર માં માતંગ છવાયો હતો.

