-શાસ્ત્રી રાજદીપ જોશી (વૈદાંતરત્ન)
તા.૨-૬-૨૬ને મંગળવારે રાત્રે ૧.૫૯ કલાકે ગુરૂ કર્ક રાશીમાં પ્રવેશ કરશે જે ૩૧-૧૦-૨૦૨૬ સુધી કર્ક રાશીમાં રહેશે કર્ક રાશી ગુરૂગ્રહની ઉચ્ચ રાશી છે આથી શુભફળ આપશે
રાશીફળ
મેષ (અ.લ.ઈ) મેષ રાશીના જાતકોને કર્કનો ગુરૂ ચોથા સ્થાનેથી પસાર થશે નવા જમીન મકાન ખરીદવાના યોગ બને ઘરમાં શુભપ્રસંગ થાય વારસાકીય લાભ થાય નોકરી વ્યાપારમાં સાવચેત રહેવું
વૃષભ (બ.વ.ઉ)ઃ વૃષભ રાશીના જાતકોને કર્કનો ગુરૂ પરાક્રમ ભુવનમાંથી પસાર થશે મહેનતનું ફળ પુરતુ મળે ભાઈ બહેનો સાથે મેળ વધે લગ્ન નો થયા હોય તેમના લગ્ન યોગ બને વિદેશ યાત્રા ટાળવી જરૂરી
મિથુન (ક.છ.ઘ); મિથુન રાશીના જાતકોને કર્કનો ગુરૂ ધન સ્થાનમાંથી પસાર થાય બચતમાં વધારો થાય કુટુંબીક મેળમાં વધારો શક્ય શત્રુઓ દુર થાય વારસાગત બીમારી હોય તો ખ્યાલ રાખવો વ્યાપારમાં પુરતુ ધ્યાન રાખવું
કર્ક (ડ.હ)ઃ કર્ક રાશીના જાતકોને ગજકેશરી યોગ બનશે વ્યાપાર ધંધામાં વધારો થાય આરોગ્યમાં પરેજી રાખવાથી સુધારો થાય માનપ્રતિષ્ઠા મળે. દાંત્યજીવનમાં ખ્યાલ રાખવો જરૂરી.
સિંહ (મ.ટ)સિંહ રાશીના જાતકોને કર્કનો ગુરૂબારમા સ્થાનેથી પસાર થાય ધાર્મિક કાર્યમાં ભા ગલેવો ખર્ચા ઉપર કાબુ રાખવો મહેનત કરવી ફળ મળશે છુપાશત્રુથી સાવચેત રહેવું.
કન્યા (પ.ઠ.ણ); કન્યા રાશીના જાતકોને કર્કનો ગુરૂ લાભસ્થાનમાંથી પસાર થશે મોટા ભાઈ બહેનો સાથે હળીમળીને રહેવું લાભ મળે. વિદ્યાર્થી લોકોએ અભ્યાસમાં પૂરતો સમય આપવો મહેનત કરવી ફળ મળશે.
તુલા (ર.ત); તુલા રાશીના જાતકોને કર્કને ગુરૂ કર્મભુવનમાંથી પસાર થશે. વ્યાપારમાં વધારો થાય ધન બચત થાય જમીન મકાન લેવાના હોય તો સાવચેત થઈને લેવા નોકરીમાં પ્રમોશન ખ્યાલ રાખીને સ્વીકારવું.
વૃશ્ચિક (ન.ય). વૃશ્ચિક રાશીના જાતકોને કર્ક રાશીનો ગુરૂ ભાગ્ય ભુવનમાંથી પસાર થશે ભાગ્યોદય થાય વિદેશથી લાભ મળે તેવી શક્યતા આરોગ્યમાં સુધારો થાય ભાઈ બહેનો સાથે મેળ રાખવો જરૂરી.
ધન (ભ..ધ.) ધન રાશીના જાતકોને કર્ક રાશીને ગુરૂ આઠમા સ્થાનેથી પસાર થશે વારસાગત બીમારીમાં પરેજી રાખવાથી સુધારો થાય વારસાગત વ્યાપાર વધે લાભ મળે બચતોનું જોર રાખવું કામ આવશે.
મકર (ખ.જ.) મકર રાશીના જાતકોને કર્કનો ગુરૂ સાતમાં સ્થાનેથી પસારે થશે. દંમ્પત્યજીવનમાં ખ્યાલ રાખવો જરૂરી આરોગ્યનું ધ્યાન રાખવું નિર્ણયો શાંતી પૂર્વક લેવા.
કુંભ (ગ.શસ); કુંભ રાશીના જાતકોને કર્ક રાશીનો ગુરૂ છઠ્ઠા સ્થાનેથી પસાર થશે મોસાળથી લાભની શક્યતા ખરી નોકરીમાં પ્રમોશન મળી શકે ખર્ચા ઉપર કાબુ રાખવો લાભ મળવાની શક્યતા ખરી.
મીન (દ.ચ.ઝ.થ)ઃ મીન રાશીના જાતકોને કર્કનો ગુરૂ પાંચમાં સ્થાનેથી પસાર થશે વિદ્યાર્થીઓને લાભ મળે પનોતીમાં થોડી રાહત થાય ભાગ્યબળ વધે.

