વૃદ્ધા ડેલો ખુલ્લો રાખી ફળીયામાં સુતા’તા ત્યારે બેલડી ધસી આવી : રૂ. 35 હજારના ઘરેણાં તફડાવી ફરાર
Harpalsinh Jadeja ,Jamkandorana,તા.13
જામકંડોરણા તાલુકાના જસાપર ગામમાં ઘરના ફળિયામાં ડેલો ખુલ્લો રાખીને સુતેલા વૃદ્ધાને કાનમાંથી સોનાના બુટીયા બે શખસોએ આંચકી લીધા હતા. જે અંગે વૃદ્ધાના પુત્ર દ્વારા જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવ અંગે જામકંડોરણાના જસાપરમાં રહેતા અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવનાર હેમંતભાઈ બચુભાઈ વેકરીયા (ઉ.વ.55) દ્વારા નોંધાવામાં આવેલી ફરિયાદમાં બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે. હેમંતભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં જસાપર ગામે પરિવાર પત્ની અને બાળકો સાથે રહે છે જ્યારે 85 વર્ષના તેના વૃદ્ધ માતા જયાબેન બાજુમાં જ આવેલા ભાઈના ઘરે રહે છે જે હાલ સુરત હોય તેઓ અહીં એકલા રહે છે.
દરમિયાન ગઈ તા. 11/6 ના સવારના 10:30 વાગ્યા આસપાસ વૃદ્ધા મકાનના ડેલા પાસે બારણું ખુલ્લુ રાખી ખાટલા પર સવારના 10:30 વાગ્યે સૂતા હતા. દરમિયાન બે અજાણ્યા શખસો અહીં આવ્યા હતા જેમાંથી એક શખસે ઘરની અંદર પ્રવેશ કરી જ્યારે અન્ય શખસ ઘરની બહાર ધ્યાન રાખતો હતો. બાદમાં આ શખસે વૃદ્ધાના કાનમાંથી સોનાના બે બુટીયા કિંમત રૂ. 35,000 આંચકી નાસી ગયા હતા જે અંગેની જાણ થતા વૃદ્ધાએ પુત્રને કહ્યું હતું. જેથી ફરિયાદી વાડીએથી તુરંત અહીં ઘરે આવ્યા હતા અને ત્યારબાદ આ ફરિયાદ નોંધાવી છે..

