(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૫
માળિયા-કચ્છ હાઈવે પર હરીપર ગામ નજીક એસટી બસ પાર્કિંગ લાઈટ ચાલુ કરી રોડ સાઈડમાં ઉભી રાખી હતી અને પુરપાટ જતા ટ્રક ચાલકે એસટી બસના સાઈડના ભાગે ભટકાડી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં બે મહિલા મુસાફરોને ઈજા પહોંચી હતી
દેવભૂમિ દ્વારકા જીલ્લાના સીદસરા ગામે રહેતા એસટી બસ ચાલક યોગીરાજસિંહ વનરાજસિંહ જાડેજાએ ટ્રક ડીડી ૦૧ આર ૯૫૯૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે માળિયા કચ્છ હાઈવે પર હરીપર ગામના પાટિયા પાસે ફરિયાદીએ એસટી બસ જીજે ૧૮ ઝેડટી ૦૧૩૪ રોડની સાઈડમાં પાર્કિંગ લાઈટ ચાલુ કરી સાઈડમાં ઉભેલા ફરિયાદીની એસટી બસમાં ટ્રક ચાલકે ડ્રાઈવર સાઈડ ભટકાડી અકસ્માત કર્યો હતો બસમાં સવાર મુસાફર પ્રીતીબેન મુનીશ્વર (ઉ.વ.૩૮) ને પગના ભાગે સામાન્ય ઈજા અને પ્રતિભાબેન યશવંતરાય (ઉ.વ.૭૦) વાળાને કમરના ભાગે ફ્રેકચર જેવી ઈજા કરી હતી માળિયા (મી.) પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

